દુધ અને બટેટાનું શાક સહિતનું ભોજન લીધા બાદ તમામની તબીયત લથડતા હોસ્પિટલમાં દાખલ કરાયા: આરોગ્ય વિભાગ દ્વારા વધુ તપાસ
સુરેન્દ્રનગર શહેરની દરબાર બોર્ડિંગ આવેલી છે ત્યાં અંદાજિત 260 જેટલી વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહી છે અને ત્યાં રહે છે ત્યારે જે પૈકીની 30 જેટલી વિદ્યાર્થીઓને અચાનક ફૂડ પોઈઝિંગ જેવી ઘટનાની અસર થઈ છે જેને લઈને આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે મળતી વિગત અનુસાર વિદ્યાર્થીનીઓએ રાત્રિ દરમિયાન દૂધ અને બટેકાનું શાક સહિતના ભોજન લીધા બાદ તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે વધુ તબિયત લથડતા 30 જેટલી વિદ્યાર્થીનીઓને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ત્યારે આ અંગેની ઘટનાની જાણ થતા સમાજના અગ્રણીઓ સહિતના આગેવાનો દોડી આવ્યા છે અને આ અંગે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે દૂધ અને બટેકાનું શાક ભોજનમાં લીધા બાદ તબિયત લથડી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જે સમાજના ટ્રસ્ટીઓ છે આગેવાનો છે તે પણ આ મુદ્દે દોડધામમાં મુકાયા છે અને આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.ત્યારે ફૂડ પોઝિંગ ની અસર થયા બાદ સૌપ્રથમ જે વિદ્યાર્થીનીઓને અસર દેખાય તેમને બોર્ડિંગમાં સારવાર આપવામાં આવી હતી પરંતુ ત્યાંથી 30 જેટલી વિદ્યાર્થીઓની વધુ તબિયત લથડતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી છે હાલમાં તમામની જે તબિયત લથડી હતી તે વિદ્યાર્થીનીઓની તબિયત સુધારા ઉપર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગ પણ આ મુદ્દે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે ખોરાક લીધા બાદ તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે ત્યારે તાત્કાલિક પણે તબિયત લથડી અને સારવાર મળતા તમામની તબિયત હાલ સુધારા ઉપર હોવાનું સામે આવ્યું છે.