નવાનકોર બસ સ્ટેન્ડની દિવાલો પર તીરાડો દેખાય: શૌચાલયોને તાળા
સુરેન્દ્રનગર શહેરનો બસ સ્ટેન્ડ સતત પાંચ વર્ષ કામ ચાલ્યા બાદ લોકોને મળ્યું છે અને લોક સુવિધા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ બસ સ્ટેન્ડ ખુલ્લું મૂક્યું છે પરંતુ આ બસ સ્ટેન્ડમાં લોકાર્પણ સમયથી જ ચર્ચામાં આવ્યું છે પહેલા સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં પાણી બાંકડા સૌચાલય જેવી સુવિધાઓનો પણ અભાવ હતો પરંતુ નવું બસ સ્ટેન્ડ બન્યો ત્યારે પેસેન્જરોને આશા હતી કે આ તમામ પ્રકારની સુવિધાઓ નવા બસ સ્ટેન્ડમાં મળશે પણ પેસેન્જરને નિરાશા સિવાય નવા બસ સ્ટેન્ડમાં કાંઈ નવું નથી મળ્યું.
મુખ્યમંત્રી સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નું લોકાર્પણ કરીને ગયા છે ત્યારથી સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ઘણું ચર્ચામાં રહ્યું છે ખાસ કરીને પહેલા અધૂરા કામનું લોકાર્પણ કરી નાખવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું કારણ કે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં હજુ લોકાર્પણ બાદ પણ પૂરતી પેસેન્જરને બેસવાની સુવિધા નથી સીસીટીવી કેમેરાઓ નથી વાઇફાઇ સહિતની સુવિધાઓ નથી અને અનેક સમસ્યાથી સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ઘેરાયેલું છે ખાસ કરીને જે તે સમયે બસ સ્ટેન્ડનું કામ આપેલું ત્યારે એરપોર્ટ જેવું આ બસ સ્ટેન્ડ બનશે તેવું જણાવવામાં આવ્યું હતું પરંતુ લોકાર્પણ સમયે સામાન્ય બિલ્ડીંગ જેવું બસ સ્ટેન્ડ લોકોની સુવિધા માટે મુખ્યમંત્રીએ ખુલ્લું મૂકી દીધું છે જેના જવાબદાર ફક્ત અધિકારીઓ હોવાનું પેસેન્જરો દ્વારા જણાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ શુક્રવારે બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું છે ₹8.88 કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડનું લોકાર્પણ મુખ્યમંત્રીએ કર્યું છે ત્યારે લોકાર્પણ બાદ બસ સ્ટેન્ડમાં જે મુખ્યમંત્રીના નામની તકતી લગાડવામાં આવી હતી તે પણ ગુમ થઈ ગઈ છે ત્યારે લોકાર્પણના પાંચમા દિવસે જ જે લાખો રૂપિયાના ખર્ચે બસ સ્ટેન્ડની પરબ બનાવવામાં આવી છે જેના ઉપયોગથી પેસેન્જરો ની તરસ છીપાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે પરંતુ બસ સ્ટેન્ડના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણના પાંચમા દિવસે બસ સ્ટેન્ડમાં પાણીની પરબ બંધ થઈ ગઈ છે પાણીની પરબમાં પાણી નથી આવતું ત્યારે લોકો પૈસા ખર્ચી અને પાણી લેવા માટે મજબૂર બન્યા છે.
સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડની પાણીની પરબમાં પાણી ખૂટ્યું છે પાણીના નળ હવે ફક્ત હવા ફેકી રહ્યા છે ત્યારે બસ સ્ટેન્ડમાં પીવાના પાણી માટે લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો પરંતુ આ બસ સ્ટેન્ડના લોકાર્પણના પાંચમા દિવસે જ પાણીની પરબ બંધ થઈ ગઈ છે ત્યારે પાણીની પરબમાં પાણી ન આવતા પેસેન્જરો તાત્કાલિક ધોરણે બસ સ્ટેન્ડના અધિકારીઓને રજૂઆત કરવા દોડી ગયા હતા અધિકારીઓ આવ્યા બસ સ્ટેન્ડના નળ ચેક કર્યા પાણીના આવતા માત્ર હાસ્ય આપી અને નીકળી ગયા. પણ સમાધાન ન લાવી શક્યા એટલે સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ નવું બન્યું પરંતુ પ્રજાની સુવિધા જુના બસ સ્ટેન્ડ કરતા પણ બત્તર બની ગઈ છે. હાલની પરિસ્થિતિમાં પૈસા પાણી બસ સ્ટેન્ડમાં વેચાઈ રહ્યું છે.
સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડના શૌચાલયમાં નળ કનેક્શનમાં પાણી જ ન આવતા અંતે અધિકારીઓના સૂચનથી સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડના શૌચાલયમાં તાળા લગાવી દેવામાં આવ્યા છે મહિલાઓ બાળકો અને પુરુષોને શૌચાલય જવા માટે તકલીફ વેઠવી પડી રહી છે ઉલ્લેખનીય છે કે બસ સ્ટેન્ડના લોકાર્પણ બાદ આવા પ્રકારની સુવિધા નો સામનો પેસેન્જર અને કરવો પડી રહ્યો છે.