સુરેન્દ્રનગર જીઆઇડીસીમાં 15 વર્ષ જૂના કારખાનામાં વિકરાળ આગ લાગી હોવાની ઘટના બની છે. આગને કારણે કારખાનામાં રહેલ માલ સહિતની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઈ છે. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટરની 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
ે કે આગ સુરેન્દ્રનગર જીઆઇડીસીમાં આવેલ 15 વર્ષ જૂનાં દેવી કૃપા નામના વોશ પાઈપના કારખાનામાં લાગી હતી. કારખાનાના માલિક અમિતભાઈ કલાભાઈ વાઘેલા છે જેમણે વનઈન્ડિયા ગુજરાતીને આગ બન્યાની ઘટના વિશે માહિતી આપી હતી.
કારખાનાના માલિક અમિતભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આ અકસ્માતમાં 50 લાખના શેડ અને 50 માલ બળીને ખાખ થઈ ગયો છે. કુલ અંદાજે એક કરોડ નું નુકશાન થયું છે.
શોક સર્કીટના કારણે આગ લાગ્યાનું અનુમાન: ફાયર બ્રિગેડની છ કલાકની જહેમત બાદ આગ પર કાબુ
સુરેન્દ્રનગર સબ ફાયર ઓફિસર દેવનગભાઈ દુધરેજીયા એ જણાવ્યું હતું કે, સાંજે પાંચ કાલેકે કોલ મળ્યો હતો કે, વોશ પાઇપ અને સ્ક્રેબના કારખાનામાં આગ લાગવાની ઘટના બની છે, જે બાદ તત્કાલોક 6 ફાયર ટેન્ડર ઘટના સ્થળે આગ પાર કાબુ મેળવવા માં લાગેલી છે. 1 જેસીબી અને 6 ફાયર ફાઇટરની ગાડીએ 6 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે.
વઢવાણની પીવીસી પાઈપ ફેક્ટરીમાં આગઆગમાં લાખોનું નુકસાન જવાની સંભાવનાઆગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથીસુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામે એક પીવીસી પાઈપ ફેક્ટરીમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું સંભવ છે. મોટા નુકસાનની શક્યતા છે પરંતુ હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.
આ બનાવની વિગત પ્રમાણે વઢવાણના મૂળચંદ રોડ પર આવેલી એક પીવીસી પાઈપની ફેક્ટરીમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ આગે પછીથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા હવામાં ચડ્યા હતા. મહત્વનું છે કે ફેક્ટરીમાં પીવીસી પાઈપનો મોટો જથ્થો પડ્યો હોઈ તેના દ્વારા આગ વધુ ફેલાઈ હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. પરંતુ એક અનુમાન મુજબ આ આગ શોર્ટસર્કિટ થવાથી લાગી હોવાનું સંભવ છે.
આ ઘટનાની જાણ થતાં જ સુરેન્દ્રનગર પાલિકાની ફાયર ફાયટર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. નોંધનીય છે કે આ આગ લાગવાની ઘટનામાં પીવીસી પાઈપનો મોટો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો હોવાની સંભાવનાઓ છે. જેથી ફેક્ટરી માલિકને મોટું આર્થિક નુકસાન જઈ શકે છે. પરંતુ હજુ સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.