શહેરમાં નવા પીઆઈ તરીકે રાવલની નિમણૂંક
સુરેન્દ્રનગર શહેરના કાબેલિયત મહિલા પીઆઈ અમીનાબેન ઘોરીની ધ્રાંગધ્રા ખાતે બદલી કરવામાં આવી છે તો શહેરમાં નવા પીઆઈ તરીકે રાવલની નિમણૂંક કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેર સહિત સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકાઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી પીએસઆઈ તરીકે તેમજ પ્રમોશન સાથે પીઆઇ બનેલા અને હાલમાં સુરેન્દ્રનગર શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં પીઆઇ તરીકે ફરજ બજાવતા અમીનાબેન ઘોરી જેમની સુરેન્દ્રનગર ખાતે સારી કામગીરી અને લોકો સાથેના વ્યવહારથી બહોળી લોકચાહના મેળવી છે અને સુરેન્દ્રનગર શહેરના વધતી ગુનાખોરીને અટકાવવા માટે તેમજ ગુનેગારો સાથે પણ ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવાની પહેલ પણ એક અનોખી પ્રકારની છે. ત્યારે એકાએક આ મહિલા પીઆઇની બદલી ધાંગધ્રા ખાતે થતા વહેલી સવારથી જ લોકોમાં આ પીઆઇની બદલીને લઈને થોડા અંશે થોડી નારાજગી જોવા મળી હતી. હાલમાં તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે પીઆઇ તરીકે બદલી થવા પામી છે જ્યારે સુરેન્દ્રનગર શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં નવા પીઆઇ તરીકે રાવલને મુકવામાં આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં સારી એવી કામગીરી કરે અને લોકોમાં પ્રશંસાપાત્ર બને તેવી જનતાની માગણી ઉઠવા પામી છે.