નાણાકીય સહાય યોજનાનો લાભ લેવા ખેડૂતોને ભલામણ

સુરેન્દ્રનગર જિલ્લાના ખેતીવાડી વિભાગ મારફત ચાલતી વિવિધ સહાય યોજનાનો લાભ લેવા જિલ્લાના તમામ ખેડુત ખાતેદારો માટે આઇ ખેડુત પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવ્યુ છે.

ભુગર્ભની અંદર કોમ્યુનિટ બેઝ ભુગર્ભ પાણીના ટાકા બનાવી પાણીનો સંગ્રહ થઈ શકે તે માટે ખેડુત ખાતેદારોએ ખેતીવાડી ખાતા દ્વારા મળતી સહાયલક્ષી યોજનાઓ જેવી કે ભુગર્ભ ટાંકાની યોજના  અને  સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા ૧૦૦૦ ઘનમીટર ક્ષમતાવાળી આર.સી..સી.ની પાકી ભુગર્ભ ટાંકાની યોજનામાં અરજીઓ મેળવવા માટે તા. ૨૫/૮/૨૦૨૦ સુધી આઈ ખેડુત પોર્ટલ ખુલ્લું  મુકવામાં આવ્યુ છે. ઉપરાંત સહાય માટે યુનિટ કોસ્ટમાં ઓછામાં ઓછા ૧૦૦૦ ઘનમીટરની ક્ષમતાવાળી આર.સી.સી.ની પાકી ભુગર્ભ/સ્ટોરેજ  ટાંકી સાથે ઈલેકટ્રીક રૂમ, ઈલેકટ્રીક પેનલ બોર્ડ અને ઈલેકટ્રીક પંપ/મોટર સહિતની સામગ્રીનો પણ સમાવેશ કરવાનો રહેશે. જેમાં ખેડુતોએ જુથમાં અરજી કરવાની રહેશે. જેના માટે ઓછામાં ઓછા દસ હેકટર જમીન પિયત હેઠળ આવરી લેવાની રહેશે. જેમાં પાંચ કે તેથી વધારે ખેડુતો જુથ બનાવી કોઈપણ એક લાભાર્થી ખેડુતના ખેતરમાં ટાંકો બનાવવો, ટપક સિંચાઈ પધ્ધતિનું  ફરજીયાત પાલન કરવાનું તથા ફુવારા પધ્ધતિ અપનાવેલ હોય તેમને જ આ લાભ મળવાપાત્ર છે, તેમજ નાણાંકીય સહાયમાં અંદરના ખર્ચના ૫૦ ટકા  અથવા ૯.૮૦ લાખ બે માંથી જે ઓછુ હોય તે મળવાપત્ર રહેશે. આ યોજનાનો લાભ કોઈપણ ખેડુત મેળવી શકશે. ઉપરાંત ખેડુતો સર્વ સંમતીથી જુથ રચી શકશે. જેમાં કોઈ એક ખેડુતની લીડર તરીકે પસંદગી કરી રૂપીયા ૧૦૦/-ના સ્ટેમ્પ પર બેંક ફ્રેકીંગ કરાવી નોટ્રાઈઝ કરાવી અરજી સાથે આધાર પુરાવા તરીકે રજુ કરવાનું રહેશે.

વધુમાં સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજનામાં અરજીઓ મેળવવા માટે તા.૩૧/૮/૨૦૨૦ સુધી આઈ ખેડુત પોર્ટલ ખુલ્લુ રાખવા માટે નિર્ણય  લેવાયેલ છે. આ યોજનાનો લાભ ૧ હેકટર સુધીની જમીન ધારણ કરતા (૮-અ મુજબ)  સીમાંત ખેડુતો /ખેતમજુરોને મળવાપાત્ર છે, જેમાં કુલ ખર્ચના ૯૦ ટકા તથા રૂપિયા ૧૦,૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે મળવાપાત્ર રહેશે. સિમાંત ખેડુતોને ૮-અ ખાતાદીઠ એકવાર અને ખેતમજુરોને કુટુંબદીઠ એકવાર લાભ મળવાપાત્ર રહેશે.  આ યોજના અન્વયે ખેતમજુર હોવા અંગે તલાટીશ્રીનો દાખલો અને શ્રમ અને રોજગાર વિભાગનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.

ઉપરોકત યોજનાની ઓનલાઈન અરજીઓ માટે ખેડુત ખાતેદારે અરજી કર્યા બાદ ખેડુત ખાતેદારના ૮-અ ની નકલ, આધારકાર્ડ તથા બેંકમાં બચત ખાતા નંબર વગેરે કાગળો રજૂ કરવાના રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.