સુરેન્દ્રનગર જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદે ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન કર્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પંથકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ તો અન્યત્ર તાલુકાઓમાં પણ બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્યો છે જેને લઇને ખેડૂતોના વાવેતરને નુકસાન થયું છે સામાન્ય રીતે ખેડૂતો દ્વારા શિયાળાના પ્રારંભિક સમય ગાળામાં વાવેતર કરવામાં આવતું હોય છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જીરું વરિયાળી ચણાનું વાવેતર કરતા હોય છે
પરંતુ માવઠાના કારણે ખેડૂતોને શિયાળુ પાકો નિષ્ફળ જઈ રહ્યા છે હાલમાં ખેડૂતોના વાવેતર વિપુલ પ્રમાણમાં બગડ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા વઢવાણ સાયલા પાટડી તેમજ મૂડી ચોટીલા પંથકના ખેડૂતોને વરસાદના કારણે વ્યાપક નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે વાવેતરને નુકસાન થયા હોવાના કારણે ખેડૂતો ના પડ્યા ઉપર પાટુ જેવો માર ઉભો થયો છે બિયારણોની ખરીદી કર્યા બાદ હવે આવા વરસાદી માવઠા ખેડૂતોના બિયારણો નિષ્ફળ સાબિત કરી રહ્યા છે.
ખાસ કરીને માવઠાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની આર્થિક કમર તૂટી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા સરકાર પાસે ફરી એક વખત આશા વ્યક્ત કરવામાં આવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને જે માવઠાના કારણે નુકસાન થયું છે તેની સહાય ચૂકવવામાં આવે અને આર્થિક રીતે સરકાર ફરી એક વખત ખેડૂતોની સાથે ઉભી રહે પરંતુ છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારના માત્ર નાટકો કરવામાં આવતા હોય સર્વે થતા હોય પરંતુ એક પણ રૂપિયાની સહાય હજુ સુધી ખેડૂતોને ન ચૂકવવામાં આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.