વિદ્યાર્થીઓ દ્વાર સોશિયલ મીડિયામાં પરીક્ષા મુલતવી રાખવા માગ કરવામાં આવી હતી
સુરેન્દ્રનગર જિલ્લાની એકમાત્ર સી.યુ.શાહ યુનિવર્સિટીમાં તા.25 જુનથી પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. પરંતુ હાલ કોરોનાને લઇ પરીક્ષા રદ કરાઇ છે.વઢવાણ ખાતે આવેલી સી.યુ.શાહ યુનિવર્સિટી દ્વારા યુજી કોર્ષીય અને ડિપ્લોમા કોર્ષના ફાઇન સેમેસ્ટ અને વર્ષની તથા પીજી પ્રથમ વર્ષ અને ફાઇનલ સમેસ્ટરની પરીક્ષાઓનું તા.25-6-20થી આયોજન કરાયુ હતુ.
પરંતુ હાલ કોરોના મહામારી અને સુરેન્દ્રનગરમાં વધતા કોરોનાના કેસની સ્થિતિ ધ્યાને લઇ જિલ્લા એનએસયુઆઇના ધ્રુવરાજસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ આ પરીક્ષાઓનો વિરોધ કરાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટીફિકેટ જોઇએ છીએ ડેથ સર્ટીફિકેટ નહી, વિદ્યાર્થીઓ છે ટેસ્ટીંગ કીટ નહીના સુત્રોચ્ચાર સાથે યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોરોના થાય તો યુનિવર્સિટી જવાબદારી લેશે?
સહિતની રજૂઆતો કરાઇ હતી. આ દરમિયાન સી.યુ.શાહ યુનિવર્સિટીએ પરીક્ષાઓ હાલ મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે.નિયામકના પત્ર મુજબ પરીક્ષાની નવી તારીખો નક્કી થશે ત્યાર બાદ જાહેર કરાશે.