- મોડી રાત્રે ફોન કરી અને પુર્વ પત્નીને બહાર બોલાવી અને છરીના ઘા જીકી અને હત્યાનો કર્યો પ્રયાસ: બે દિવસ પહેલા છૂટાછેડા થયા હતા
સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જતી હોય તેવી લાગી રહ્યું છે અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ અને મારામારી જેવા બનાવો હવે સામાન્ય બની ગયા હોય તેવું લાગી રહ્યું છે પણ હવે સામાન્ય સુરેન્દ્રનગર જિલ્લામાં બની ગયા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના રતનપર પાસે આવેલા ઉમિયા સોસાયટી નજીક આવેલા સાઈ કેટરર્સ ની બાજુમાં અરજણભાઈ પોતે વસવાટ કરી રહ્યા છે હવે તેમની પુત્રી સગુણાબેન ના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા.
સગુણાબેન એ હરેશભાઈ વિજુડા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને બંનેનું જીવન ધોરણ પાંચ વર્ષ સુધી વ્યવસ્થિત ચાલ્યું હતું અને તેમના સંતાનમાં ચાર વર્ષની દીકરી પણ છે ત્યારે હરેશભાઈના માતા અને સગુણાબેનના સાસુ સતત જ્ઞાતિ વિષયક મેળા મારતા હોવાના કારણે અને સતત ત્રાસ આપતા હોવાના કારણે સગુણાબેન એ બે દિવસ પહેલા હરેશભાઈ વિંઝુડા સાથેથી છુટાછેડા લઈ લીધા છે. અને સગુણાબેન પોતાના પિતા અરજણભાઈ ના ઘરે તેની દીકરી સાથે રહે છે. અને બંને માતા પુત્રી અરજણભાઈ ના ઘરે વસવાટ કરે છે.ત્યારે હરેશભાઈ સાથેથી છૂટાછેડા લઈ લીધા બાદ સગુણાબેન પોતે પોતાના પિતા સાથે વસવાટ કરતા હોવાની વિગત હરેશભાઈ ને મળતા હરેશભાઈ દ્વારા સગુણાબેન ઉપર ખુની હુમલો કરવામાં આવ્યો છે અને સગુણાબેનના હત્યાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે સમગ્ર બાબતે એવી રીતે બની છે કે સુરેન્દ્રનગરના રતનપર પાસે આવેલા ઉમિયા સોસાયટીના સાઈ કેટરર્સ પાસે વસવાટ કરતા સગુણાબેન ના ઘરે મધ રાત્રે તેમના પૂર્વપતિ હરેશભાઈ જાય છે અને સગુણાબેન ને ફોન કરે છે કે મને પીવાના પાણીની તરસ જ લાગી છે તું મને બહાર પાણી પીવડાવવા આવ.ત્યારબાદ સગુણાબેન પોતાના પૂર્વ પતિને પાણી પીવડાવવા માટે પોતાના પિતાના ઘરેથી બહાર આવે છે તે દરમિયાન તેમના પૂર્વ પતિ હરેશભાઈ હથિયાર સાથે જ દરવાજે ઉભા હોય છે સગુણાબેન પાણી પીવડાવવા માટે દરવાજો ખોલે છે તે દરમિયાન હરેશભાઈ દ્વારા સગુણાબેનના છાતીના ભાગે ત્રણથી ચાર જેટલા છરીના ઘા મારી દેવામાં આવે છે જેને લઇને સગુણાબેન બુમરાડ કરતા તેમનો પરિવાર જાગી જાય છે અને અંતે આ હરેશભાઈ છે તે ત્યાંથી ભાગી જાય છે અને સગુણાબેન ને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે લઈ જવામાં આવે છે પરંતુ ત્યાં તેમની હાલત ગંભીર હોવાના કારણે અંતે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવે છે.