તાવ ઉધરસ અને ફીવરના રોગો ફાટી નીકળ્યા : હોસ્પિટલમાં લાંબી લાઈનો લાગી
સરકારી દવાખાના માં લાંબી લાઈનો થતા એક જ કેસ બારી હોવા થી બીજી કેસ બારી મુકવા ની સ્થાનિક લોકો એ માગણી કરી.
સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે વહેલી સવારથી દર્દીઓની લાંબી લાઈનો લાગી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં બે ઋતુ અને ઋતુ પરિવર્તન થવાના કારણે રોગચાળો ફાટી નીકળ્યો છે તાવ શરદી ઉધરસ જેવા રોગોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે વહેલી સવારથી દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહ્યો છે ત્યારે શહેરની ગાંધી હોસ્પિટલના મુખ્ય દરવાજા થી લઇ અને ગાંધી હોસ્પિટલની બહાર સુધી દર્દીઓની લાંબી લાઈનો લાગેલી નજરે પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે ગાંધી હોસ્પિટલમાં ગ્રામ્ય વિસ્તારને શહેરી વિસ્તારના દર્દીઓ દવા લેવા માટે આવી રહ્યા છે જેને કારણે લાંબી લાઈનો લાગી હોવાનુંના મુખ્ય ડોક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે બીજી તરફ બસ સ્ટેન્ડ નજીક હોવા થી ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ મા વૃદ્ધો બાળકો યુવકો મહિલાઓ માંદગી ના કારણે ઉમટી પડ્યા છે.અને ગાંધી હોસ્પિટલમાં ડોક્ટરી સ્ટાફ નો આભાવ હોવાના કારણે સ્થાનિક લોકો માં રોસ વ્યાપ્પી જવા પામ્યા છે.
ગાંધી હોસ્પિટલ ફક્ત એક જ કેસ કાઢવાની બારી હોવાના કારણે કેશ બારી એ પણ લાંબી લાઈનો લાગી છે . ગાંધી હોસ્પિટલમાં બીજી તરફ ફક્ત એક જ ડોક્ટર હોવાના કારણે ડોક્ટરને બતાવવા માં પણ લાંબી લાઈનો લાગી હોવાનો આક્ષેપો દર્દીઓ દ્વારા કરવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ગાંધી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી કેશ બારી ખોલવા પણ સ્થાનિક લોકો અને દર્દીઓ દ્વારા માંગણી કરવામાં આવી છે.
ત્યારે ફક્ત એક જ ડોક્ટર તમામ રોગોની દવા આપતા હોવાના કારણે દર્દીઓમાં રોષ જોવા મળ્યો છે બીજી તરફ શહેરની ગાંધી હોસ્પિટલમાં ગળા કાન નાક જેવા વિવિધ રોગોના ડોક્ટરો ન હોવાનો આક્ષેપ પણ સ્થાનીક દર્દીઓ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે ક ગળા કાન નાક ના ડોક્ટરો ની સત્વરે ભરતી કરવા માગ કરવામાં આવી છે ત્યારે ડોક્ટરી ટિમનો આભાવ હોવા ના કારણે સ્થાનિક લોકો માં હાલાકી વેઠવાનો સમય આવ્યો
છે.સમય પૂર્ણ થતાં ડોક્ટરો જતા રહે છે અને દર્દીઓ લાઈનો માં ઉભા રહે છે. ગાંધી હોસ્પિટલ માંદગી ના ખાટલે છે ત્યારે આગામી દિવસો માં ડોક્ટરી ટિમ ની ભરતી કરી અને કેસની બારીઓ વધારવા સ્થાનિક લોકો એ માગણી કરી છે ત્યારે શહેરની ગાંધી હોસ્પિટલમાં ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના દર્દીઓ દવા લેવા માટે ગાંધી હોસ્પિટલ ખાતે આવી રહ્યા છે ત્યારે ફક્ત એક જ ડોક્ટર તમામ દર્દની દવા આપી રહ્યા હોવાનો આક્ષેપ સ્થાનિક દર્દીઓ દ્વારા કરવામાં આવ્યો છે.
દર્દીઓની ‘લાંબી લાઈન’ મામલે મુખ્ય તબીબે કર્યો ખુલાસો
ગાંધી હોસ્પિટલ ખાતે વહેલી સવારથી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાના કારણે દવા લેવા માટે દર્દીઓની લાંબી લાઈનો લાગી છે ત્યારે આ બાબતે સ્થાનિક લોકો દ્વારા અને સ્થાનીક દર્દીઓ દ્વારા અનેક પ્રકારના આક્ષેપો ગાંધી હોસ્પિટલના ડોક્ટરો ઉપર કરવામાં આવ્યા છે અને વિવિધ પ્રકારની માગણીઓ પર કરવામાં આવી છે જેમાં માંગણીમાં ડોક્ટરની ટીમ અને નર્સિંગ સ્ટાફ ગાંધી હોસ્પિટલમાં પૂરતો ભરવા અને કેસ બારીની સંખ્યામાં વધારો કરવા માટે સ્થાનિક લોકો દ્વારા માંગણી કરવામાં આવી છે.
બીજી તરફ આ બાબતે ગાંધી હોસ્પિટલના મુખ્ય તબિયત દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે સરકારી કર્મચારીઓને વિવિધ પ્રકારના આરોગ્ય સર્ટી આપવાના હોય તે કારણે લાંબી લાઈનો લાગી છે ઉલ્લેખનીય છે કે ગાંધી હોસ્પિટલના મુખ્ય તબીબ દ્વારા એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે એક કેશ બારી હોવાના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને આગામી દિવસોમાં બીજી કેશ બારી ખોલવામાં આવશે તેવું પણ હાલમાં ગાંધી હોસ્પિટલના મુખ્ય તબીબ દ્વારા જણાવવામાં આવ્યું છે.
બીજી તરફ ડોક્ટરી પૂરતો સ્ટાફ પણ આગામી દિવસોમાં ગાંધી હોસ્પિટલ ખાતે ભરવામાં આવશે તેવું પણ ગાંધી હોસ્પિટલના મુખ્ય તબીબ ડો.હરેશ વસેટિયન દ્વારા જણાવવામાં આવ્યું છે.