કર્મચારી મંડળના વિવિધ પ્રશ્નો તાત્કાલીક ઉકેલવા માંગ
માંગણી નહી સંતોષાય તો હડતાલની ચીમકી
પશ્ચિમ રેલવે કર્મચારી યુનિયન (રાજકોટ ડીવીઝન) દ્વારા વિવિધ પ્રશ્ર્નોના ઉકેલ નહી આવતા સુરેન્દ્રનગર સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ટુંક સમયમાં માંગણીઓ નહી સંતોષાય તો હડતાળ કરવાની પણ ચીમકી આપી હતી.
આ મામલે વધુ વિગત આપતા યુનિયન મંડળી જણાવ્યું હતું કે રેલવેના વિવિધ પ્રશ્ર્નોને ઉકેલવાની માંગ સાથે પશ્ર્ચિમ રેલવે યુનિયન કર્મચારી મંડળના ઘનશ્યામ સિંહ જાડેજાજી ના નેતૃત્વ હેઠળ શ્રી હિમાંશુ ભાઈ(રિટાયર્ડ સિટીઆઈ), બી આર કરદમ, એસ કે સિંહા, ચન્દ્રસિંહ , વ્યાસજી (સિગ્નલ), નરેન્દ્ર મિશ્રા, મહેબૂબ ભાઈ, નમો નારાયણ મિના(એસ સી એસ ટી એસોસિયેશન) તથા સુરેન્દ્રનગર ના બધા યુવા સાથી,મહિલા સાથી, ટ્રેફિક(ગાર્ડ/માસ્ટર) મિકેનિકલ(લોકો/ કેરેજ), કોમર્શિયલ, ઇલેક્ટ્રિક, ટી આર ડી, એન્જીનીયરીંગ, મેડિકલ, આઈ ઓ ડબલ્યુ, તથા રેલવા ના બધા કર્મચારીઓ આજે સાંજે સુરેન્દ્રનગર સ્ટેશન પર કર્મચારીઓ ની વિવિધ માંગણીઓ જેવી કે ઙકઇ આધારિત બોનસ નો આદેશ તુરંત જાહેર કરો, ગઙજ નાબૂદ કરા,રેલવે નું નિજીકરણ બન્ધ કરો તથા ઉઅ રિલીઝ કરો મુદ્દા પર કર્મચારીઓએ તમામ બાબતો માટે વિરોધ દર્શાવ્યો હતો અને પ્રશાસન ને કર્મચારી ની એકતા દેખાડી હતી, ને જો કર્મચારીની માંગણી નહિ સંતોષવા મા આવે તો કર્મચારી હડતાળ કરવાથી પાછળ નહિ રહે તેવી ચીમકી આપવામાં આવી હતી.