સુરેન્દ્રનગર, રતનપર અને જોરાવરનગરને જોડતો ભોગાવા નદી પરનો કોઝ–વે ચોમાસામાં તુટી ગયો હતો. સુરેન્દ્રનગર ભોગાવા નદી કાંઠે હાલ કોઝવે બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આથી નગરપાલિકાના પ્રમુખ વિપીન ટોલીયા અને સદસ્યોની ટીમ દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆત કરી હતી. જેમાં એસટી બસ સ્ટેશનથી જિલ્લા પંચાયત સુધી રીવરફ્રન્ટની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત જોરાવરનગર, આર્ટસ કોલેજનો કોઝવે બની ગયો છે. જયારે આંબેડકર ચોકથી રતનપર રેલવે બ્રીજ સુધીના કોઝવેની કામગીરી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર ભોગાવા નદીકાંઠે હાલ કોઝવે બનાવવાનું કામ ચાલી રહ્યું છે પરંતુ નદીમાં ડાયવર્ઝન અયોગ્ય હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડે છે. આ અંગે આંદોલનની ચીમકી સાથે ઘનશ્યામભાઈ પરમાર, અશોકભાઈ પારેખ વગેરે દ્વારા રજુઆત કરાઈ હતી. આ ઉપરાંત કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું ત્યારે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની કલેકટરને લેખિત તાકીદ કરવામાં આવી છે.
Trending
- આ છોડ ઘરે વાવવાથી કરશે એર પ્યુરિફાયરનું કામ
- ગાંધીધામ: ખનિજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ પર હુમલો કરનાર 3 સામે ગુનો નોંધાયો
- જોડિયા તાલુકાના હડિયાણા ગામ પાસે આવેલી એક પવનચક્કીના ટાવરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગતાં દોડધામ
- Dahod : ઉસરાથી ફુલપરી ઉપર પાડા ગામે 11.62 કરોડના ખર્ચે નવનર્મિત પુલનું ખાતમુહુર્ત કરાયું
- સ્નાયુઓને મજબૂત રાખવા આ ફળો બનશે મદદરૂપ…
- ધ્રાંગધ્રા: પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કોમ્બીંગ હાથ ધરાયું
- વર્ષ 2023-24માં 21 લાખથી વધુ સહેલાણીઓએ ગુજરાતના ઐતિહાસિક સ્થળોની લીધી મુલાકાત
- Gandhidham:પોલીસ મહાનિરીક્ષક બોડર રેન્જ ભુજ ચિરાગ કોરડીયાના વાર્ષીક ઇન્સ્પેકશન દરમિયાન લોકસંવાદ યોજાયો