સુરેન્દ્રનગર જિલ્લા નું વઢવાણ માર્કેટિંગ યાર્ડ સમગ્ર ગુજરાતમાં શાકભાજી વેચાણ માં સારું એવું નામ ધરાવે છે.ત્યારે સમગ્ર દેશમાં કોરોનાવાયરસ હાહાકાર ફેલાવ્યો છે ત્યારે સમગ્ર દેશમાં કોરોનાવાયરસ એ ભરડો જમાવ્યો છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાવાયરસ ના કેસ દિન પ્રતિદિન વધતા જઈ રહા છે.તયારે ગુજરાતમાં ઓરેન્જ જોન માં થોડી છૂટછાટ આપવામાં આવી છે ત્યારે ખાસ કરીને અમુક ધંધા રોજગારો ગઈકાલે થી ખોલવા પણ છૂટછાટ આપવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં થોડા દિવસ થી બપોર સુધી બજારો ખુલ્લી રહેવા પામી છે.
ત્યારે બીજી તરફ હાલમાં ખેડૂતો દ્વારા ઉત્પન્ન થયેલા કઠોળ શાકભાજી અને અન્ય વસ્તુઓ નું વેચાણ પૂરજોશમાં શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જિલ્લામાં સૌથી મોટું અને લાખો રૂપિયાનું ટનઓવર કરતું વઢવાણ માર્કેટિંગ યાડ ફરી થી ધમધમવા લાગ્યું છે. ત્યાર વઢવાણ માર્કેટિંગ યાર્ડ સોશિયલ ડિસ્ટન્સ ના આભાવ ના પગલે વેપારીઓ દવારા થોડા દિવસ બન્ધ રાખવા નો નિર્ણય કરવા માં આવીયો હતો.
ત્યારે કોરોનાવાયરસ ના પગલે અને ડિસ્ટન્સ ન જળવાતું હોવાના કારણે વઢવાણ માર્કેટિંગ યાર્ડ સતત આઠ દિવસ બંધ રહેવા પામ્યું હતું ઘણા વર્ષો બાદ આવું બન્યું હતું ત્યારે વહીવટી તંત્ર અને પોલીસ સાથે બેઠક બાદ વેપારીઓ દ્વારા આઠમા દિવસે વઢવાણ માર્કેટિંગ યાર્ડ ખોલવામાં આવ્યું હતું ત્યારે સતત વઢવાણ માર્કેટિંગ યાર્ડ ઘઉંના અને શાકભાજીના વેચાણનું વેપારીઓ દ્વારા ખેડૂતો પાસેથી ખરીદી શરૂ કરવામાં આવી હતી અને વેચાણ પણ શરૂ કરવામાં આવ્યું છે.
છૂટક વેપાર બન્ધ કરતા પરિસ્થિતિ હાલ યાર્ડમાં સારી છે અને ફરી ધમધમવા લાગ્યું છે
વઢવાણ માર્કેટિંગ યાર્ડ માં મોટાભાગે છૂટક વેપારીઓ અને ખાસ કરીને યાર્ડમાંથી ખરીદી કરીને બહાર શાકભાજી વેચતા લોકો અને વેપારીઓને યાર્ડમાં distance અંતરના ના અભાવે યાર્ડ થોડા દિવસ બન્ધ રહેવા પામીયું હતું.ત્યારે પોલીસ સાથે અને વહીવટી તંત્ર સાથે અને માર્કેટિંગ યાર્ડ ના પૂર્વ ચેરમેન મોહનભાઇ પટેલ ના પ્રયત્ન બાદ યાર્ડ ફરી ધમ ધમીયું છે.ત્યારે આ યાર્ડ માં બહાર બેસતા છૂટક શાકભાજી નો વેપાર બન્ધ કરતા યાર્ડ માં સોશિયલ ડિસ્ટન્સ જળવાય છે અને વેપારીઓ હોલસેલ ભાવે વેચાણ કરી શકે છે..
પોલીસ તંત્રનો વેપારીઓ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં છુટક શાકભાજી વેચતા વેપારીઓને બંધ કરવામાં અને પ્રવેશબંધી કરવામાં પોલીસનો સહયોગ સારો એવો રહ્યો છે ત્યારે પોલીસ સ્ટાફ અને જિલ્લા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા દ્વારા સવારે 3 વાગ્યાથી યાર્ડમાં પોલીસ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે જેના કારણે છૂટક વેપારીઓને પોલીસ દ્વારા જ યાર્ડમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી.
ત્યારે યાર્ડમાં રિટેલ વેપાર બંધ કરવામાં આવતા સોશિયલ ડીસ્ટન પણ સારું એવું પાલન થાય છે ત્યારે વઢવાણ માર્કેટિંગ યાર્ડમાં ફરીથી હોલસેલ ભાવે વેચાણ શરૂ થઇ ચૂક્યું છે ત્યારે યાર્ડના વેપારીઓ અને પૂર્વ ચેરમેન મોહનભાઈ પટેલ દ્વારા પોલીસ વડા મહેન્દ્રકુમાર બગડીયા એલસીબી પી.આઈ ડીએમ ઢોલ અને બી ડિવિઝન મકવાણા નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો