સુ.નગર જીલ્લામાં તમામ તાલુકાના સેવાસેતુ કાર્યક્રમ હેઠળ ૧૦૦ ટકા સિઘ્ધિ હાંસલ કરવામાં આવી છે આ કાર્યક્રમ હેઠળ વિવિધ તાલુકામાં ૧૩,૭૪૫ અરજીઓ આવી હતી અને તે તમામે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરીને ૧૦૦ ટકા સિઘ્ધિ હાંસલ કરવામાં આવી છે.
ઉપરોકત ૧૩૭૪૫ અરજીઓ પૈકી સૌથી વધુ મુળી તાલુકામાં ૨૫૪૧ અરજીઓ મળી હતી તે તમામે તમામ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે.
ત્યારબાદ ચોટીલા તાલુકામાં ૧૯૮૪ લીંબડી તાલુકામાં ૧૮૦૯ લખતર તાલુકામાં ૧૬૧૧ થાનગઢ તાલુકામં ૧૧૮૬ સાયલા તાલુકામં ૧૧૩૧ વઢવાણ તાલુકામાં ૧૦૨૧ દસાડા તાલુકામાં ૮૭૨ ચુડા તાલુકામાં ૮૨૧ અને સૌથી ઓછી ધ્રાંગધ્રા તાલુકામાં ૬૬૯ અરજીઓ મળી હતી જીલ્લા વહીવટી તંત્રે તમામે તમામ તાલુકાની દરેક અરજીઓનો હકારાત્મક નિકાલ કર્યો હતો.
જયારે શહેરી વિસ્તારના કાર્યક્રમ હેઠળ વઢવાણ નગરપાલિકાના વિસ્તારના આ કાર્યક્રમ હેઠળ ૧૦૦ ટકા સિઘ્ધિ હાંસલ કરવામાં આવી છે. વઢવાણ નગરપાલિકાને આ કાર્યકમ હેઠળ ૧૧૭૮ અરજીઓ મળી હતી તે દરેક અરજીઓનો ૧૦૦ ટકા હકારાત્મક રીતે ન્કિાલ કરવામાં આવ્યો છે.