સુરેન્દ્રનગરમાં વાવાઝોડાની નહિવત અસર થઇ છે છતાં પણ સુરેન્દ્રનગરમાં વાતાવરણમાં પલટાના કારણે કમોસમી વરસાદી ઝાપટા તથા ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી બની જવા પામ્યા છે અને અનેક મકાનોના છાપરા પણ ઉડી જવા પામ્યા છે ત્યારે સુરેન્દ્રનગર વાવાઝોડા ની વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે માનવતા મહેકાવતા કાર્યો કર્યા છે ત્યારે આ કાર્યને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા દ્વારા બિરદાવવામાં આવ્યા છે.
સુરેન્દ્રનગરના વિવિધ પોલીસ મથકોના પોલીસ જવાનો દ્વારા જાહેર રસ્તાઓ ઉપર પડેલા વૃક્ષો હટાવવાની કામગીરી જાતે કરવામાં આવી હતી અને રોડ-રસ્તાઓ પણ પોતાની જાતે વૃક્ષો હટાવી અને શરૂ કરવામાં આવ્યા હતા બીજી તરફ વાવાઝોડાના પગલે અનેક લોકોના ઘરોના છાપરા ઉડી જવા પામ્યા હતા અને અનેક લોકોની જીંદગીઓ મોતને દાવ પર લાગી હતી તે સમયે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ જવાનોને આ બાબતની જાણકારી થતાં તે જવાનો આપાતકાલીન સમયે ફસાયેલા લોકો ના ઘરે જઈ અને તેમને સલામત રીતે ખસેડવાની કામગીરી પણ સુરેન્દ્રનગરના પોલીસ જવાનો દ્વારા કરવામાં આવી હતી. સુરેન્દ્રનગરના પોલીસ જવાનો દ્વારા વાવાઝોડા વચ્ચે સતત 24 કલાક અડીખમ રહી અને ભૂખ્યાને ભોજન નિર્ધારને આશરો અને રોડ ઉપર ફસાયેલા લોકોને ઘર સુધી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા.
ટ્રાફિક પોલીસે જાહેર રસ્તાઓ ઉપર લગાવવામાં આવેલા બેનરો દૂર કર્યા
સુરેન્દ્રનગર જિલ્લા ટ્રાફીક પોલીસ ટીમ તથા નગરપાલિકાના કર્મચારી સાથે રહી માઇ મંદિર રોડ પર હોર્ડિંગ બોર્ડ ઉતરાવવાની કામગીરી તથા પડી ગયેલા હોર્ડિંગ બોર્ડ સાઈડમાં ખસેડી રસ્તા ચોખ્ખા કરવામાં આવેલ છે. વાવાઝોડા તથા ભારે પવન અને વરસાદ વચ્ચે સતત કામગીરી ખડે પગે સુરેન્દ્રનગર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આવા અનેક સ્થળો ઉપર સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા કામગીરી કરી અને વાવાઝોડા વચ્ચે પણ સુરેન્દ્રનગરમાં કોઈપણ જાતની જાનહાની થવા દેવામાં આવી નથી.