હાલના યાંત્રીક યુગમાં વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થતા તેની સાથોસાથ રોડ અકસ્માતના બનાવોમાં વધારો થતા લાખો માનવ જીંદગીનો ભોગ લેવાતો હોય જેથી મહામુલી માનવ જીંદગી બચાવવા અને રોડ અકસ્માતના બનાવો ધટાડવા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી હરેશ દુધાત સાહેબની સુચના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા પરીણામલક્ષી કામગીરી હાથ ધરી, જીલ્લામાં કેફી પીણુ પી ને વાહન ચલાવનાર, ટ્રાફીક નિયમોનો વારંવાર ભંગ કરનાર, ભયજનક રીતે વાહન ચલાવનાર, ઓવર સ્પીડમાં વાહનો ચલાવનાર એમ કુલ-187 ઇસમોના લાયસન્સ રદ કરી કરાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્વારા દર ત્રણ માસે ટ્રાફીક નિયમન અંગે કરેલ કાર્યવાહીની સમિક્ષા કરી એક કરતા વધુ વાર ટ્રાફીક નિયમોનો ભંગ કરનાર ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું હતુ.