કથીત ઓડીયો કલીપમાં સરપંચનાં પતિ પાસેથી મંજુર થનાર ગ્રાન્ટમાં ૫૦ ટકા કમિશન રાખવાની વાત

ભાજપ હોય કે કોગ્રેસ રાજકીય પક્ષના દરેક આગેવાન તથા નેતાઓને મતદારોએ ખોબે ખોબે મત આપી પોતાના વિસ્તારનુ પ્રતિનીધીત્વ કરવા માટે આગળ વધરી વિકાસની તમામ જવાદારી આપી હોય છે પરંતુ સરકાર દ્વારા અપાતી ગ્રાન્ટોને આ રાજકીય નેતાઓ પોતાના વિકાસ માટે વપરાસ શરુ કરે છે ત્યારે હાલમા જ સમગ્ર ગુજરાતમા ચચાઁનો વિષય એવા હળવદના નાની સિચાઇ કૌભાંડમા હાલના ધારાસભ્ય, ઇજનેર તથા વકિલ સહિતના અનેક રાજકીય આગેવાનો ફસાયા છે. આ નાની સિચાઇ કૌભાંડ માત્ર એક ઓડીયો ક્લીપના આધારે બહાર આવી હોવાનુ મનાય છે. તેવામા ફરીથી જીલ્લા પંચાયત સદસ્યના પતિ સરપંચ પાસેથી વિકાસના કામોમા આવતી ગ્રાન્ટોમા પોતાનુ પચાસ ટકા કમિશન રાખવાનો ઉલ્લેખ કરતો કથીત ઓડીયો ક્લીપ વાઇરલ થયો છે.

રાજકીય ચુટણીમા મહિલાઓનુ સ્થાન ૩૦ ટકા આપવાના નિણઁય બાદ તમામ ચુટણીઓમા મહિલાની ફરીયાત સીટ કરવામા આવી છે જેથી હવે કેટલાક મહિલા સરપંચ અથવા તાલુકા અને જીલ્લા પંચાયતના મહિલા સદશ્યાના પતિ જ તમામ વહિવટ કરતા નજરે પડે છે. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના માલવણ સીટમાથી કોગ્રેસના સિમ્બોલ પર ચુટણી જીતેલા મહિલા સદશ્ય જયાબેન પટેલના પતિ ધીરુભાઇ પટેલ દ્વારા રણકાઠાના નીમકનગર ગામમા વિકાસનુ કામ કરતા મહિલા સરપંચના પતિ ચંદુભાઇ કુડેચાને પોતાની ગ્રાન્ટમાથી રુપિયા પાંચ લાખ ફાળવશે પરંતુ વિકાસના કામમા મહિલા સદશ્યા જયાબેનના પતિ ધીરુભાઇ પટેલનુ પચાસ ટકા કમિશન રાખવાનુ ટેલીફોનીક વાતચીતમા ઉલ્લેખ કરાયો છે. મહિલા સદશ્યના પતિ વધુમા એવુ પણ જણાવે છે કે પોતાના ગામ જશમતપુરમા અગાઉ આવેલી વિકાસની ગ્રાન્ટોમાથી સરપંચે કુલ ૭૫હજાર રુપિયા કમીશન આપેલ છે. આ કથીત ઓડીયો ક્લીપ વાઇરલ થતા રાજકારણ જગતમા ફરી એક કૌભાંડ બહાર આવવાની ચચાઁ વહેતી થઇ છે. ત્યારે હવે જોવાનુ રહે છે કે મહિલા સદશ્યાના પતિ ધ્વારા વિકાસના કામમાથી કમિશનની માંગ કરાતી કથીત ઓડીયો ક્લીપ વાઇરલની ખરેખર અઈઇ દ્વારા તપાસ થશે કે પછી બધુ જ ભીનુ સંકેલાય છે?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.