સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ સતત ચર્ચામાં આવી રહ્યું છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ ની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર આરોગ્ય ને લગતી વ્યવસ્થા ઉપલબ્ધ કરવા માટે સરકાર દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સરકારી હોસ્પિટલો આવેલી છે ત્યાં પૂરતા પ્રમાણમાં દવાનો જથ્થો સરકાર દ્વારા પહોંચાડવામાં આવતો હોય છે.
ત્યારે હવે આ પ્રકારના દવાનો જથ્થો ઉકરડામાં રજડતો અવારનવાર સુરેન્દ્રનગર જિલ્લામાં નજરે પડતો હોય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત ખાતે આવેલા આરોગ્ય કેન્દ્ર પાસે આવેલા જાહેરમાં ઉકરડામાંથી જ સરકારી દવાનો જથ્થો રજડતી હાલતમાં મળી આવ્યો છે ત્યારે ઉલ્લેખનીય છે કે આરોગ્યતંત્રની કામગીરી ઉપર પણ સવાલો ઊભા થયા છે કારણ કે તે લોકોના ઈલાજ માટે દવા સરકાર ફાળવે છે તે હવે ઉકરડામાં જઈ રહી છે.
જ્યારે બીજી તરફ આ ઉકરડામાં રખડતા જનાવરો પણ ચરવા આવતા હોય છે ત્યારે આ દવા નો જથ્થો જો ખોરાકમાં આવા જનાવરો લઈ લે તો તેમના મોત નીપજ વાળા બનાવો પણ તાજેતરમાં સામે આવ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે આવેલા આરોગ્ય વિભાગની ઓફિસની તદ્દન નજીકના ઉકરડામાંથી સરકારી દવાનો જથ્થો રજડતી હાલતમાં મળી આવ્યો છે.