પ્રતિ વ્યકિત માત્ર ૩૦ થી ૩૫ વૃક્ષ
૫ મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાય છે ત્યારે સૂકા મલક તરીક જાણીતા સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાના નીર આવ્યા બાદ હરિયાળી પથરાશે તેવી આશા હતી પરંતુ સતત ૧૬ વર્ષ સુધી પ્રયાસો કરવા છતાં ઝાલાવાડ રાજ્યમાં સૌથી ઓછા વૃક્ષ ધરાવવા નું કલંક ભૂસી શક્યું નથી. તે નરી વાસ્તવિકતા છે. આજે રાજકીય નેતાઓ અને કાર્યકરો ફેસબુક મારફત એકબીજાને ફિટનેસ ચેલેન્જ આપે છે ત્યારે સુરેન્દ્રનગરની જનતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નર્મદાના નીરને વહેવડાવી અને જે તે સમય સુરેન્દ્રનગરની જનતા માટે ૬૦ હજાર વૃક્ષો ની વાવણી કરી હતી . કરોડો રૂપિયાનો ખર્ચો અને તાયફાઓ કર્યા બાદ પણ આજે વૃક્ષોની વાવણી કરેલ ત્યાં ૫૦૦૦ વૃક્ષનુ જતન કર્યું હોય તેવું દેખાતું નથી સુરેન્દ્રનગર જિલ્લાની જનતા રાજકીય નેતા અને અધિકારીઓને કેટલા વૃક્ષનુ જતન કર્યું તે બતાવવાની સીધી ચેલેન્જ આપે છે .
સુરેન્દ્રનગર જિલ્લામાં આટલા વર્ષોની મહેનત બાદ પણ હેકટર દીઠ અંદાજે માત્ર ૪.૧૩ વૃક્ષ જ છે.અમદાવાદ માં પ્રતિ વ્યક્તિ ૨૬૭, વૃક્ષો છે જ્યારે વડોદરામાં પ્રતિ વ્યક્તિ ૩૪૭ ની સંખ્યા છે જ્યારે સુરેન્દ્રનગરમાં માત્ર ૩૦ થી ૩૫ પ્રતિવ્યક્તિ વૃક્ષોની સંખ્યા છે. જે અન્ય શહેરો કરતાં ઘણી ઓછી છે. જે આજે વિશ્વ પર્યાવરણ દિવસે ખરેખર ચિંતાનો વિષય છે. રાજ્યમાં ઘટતી વૃક્ષોની સંખ્યા ની ગંભીરતાથી નોંધ લઇને સરકારે દરેક જિલ્લામાં વૃક્ષોની ગણતરી કરવાની શરૂઆત કરી હતી જેમાં રાજ્યમાં સૌથી ઓછા વૃક્ષનું પ્રમાણ સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાયું હતું. મોટાભાગે વાવેતર કરવામાં આવેલ વૃક્ષોનુ બાળમરણ થાય છેવૃક્ષોનો ઉછેર વધુ પ્રમાણમાં કરાય તે માટે મુહિમ ચલાવવામાં આવે તો વધુ વૃક્ષોની સંખ્યા સામે તાપમાન નું સ્તર ઘટે તેમ છે .