જીરું વરિયાળી સહિતના પાકો માં સુકારો થવા લાગ્યો: ડબલ ઋતુના અહેસાસના પગલે રોગચાળો પણ  ફાટી નીકળ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં શિયાળાની ઋતુમાં ગરમીનો અહેસાસ સુરેન્દ્રનગર જિલ્લાની જનતા કરી રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યો છે.આ ઉપરાંત થતા શિયાળાની ઋતુમાં પણ ગરમ કપડાના સહારા ના સ્થાને લોકોને ઠંડક મેળવવાનો પ્રયાસ કરવો પડી રહ્યો છે ત્યારે ઉલ્લેખની કે સુરેન્દ્રનગર જિલ્લામાં ની શરૂઆત તબક્કાની ગુલાબી ઠંડીનો અહેસાસ બાદ ગરમી નો પારો સતત ઉંચો જઈ રહ્યો છે શિયાળાની ઋતુમાં પણ લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે.

ત્યારે જિલ્લાનું સામાન્ય તાપમાન 30 થી 27 ડિગ્રી જેટલું નોંધાવા પામ્યું છે સામાન્ય રીતે દર વર્ષે શિયાળાની સિઝન દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન ડિસેમ્બર મહિનામાં 22 થી 18 ડિગ્રી જેટલું નોંધાતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં શિયાળે નહીં ઠંડીના સ્થાને લોકો ગરમીના અહેસાસ કરી રહ્યા છે ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ ડબલ ઋતુ હોવાના પગલે રોગચાળો ફાટી નીકળ્યો છે. અને દવાખાનાઓમાં પણ લાંબી કતારો દર્દીઓની જોવા મળી રહી છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરની જે ગાંધી હોસ્પિટલ આવેલી છે ત્યાં જિલ્લાભરમાંથી દર્દીઓ દવા લેવા માટે આવી રહ્યા છે રોગચાળો ડબલ રૂતું ના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં ફાટી નીકળ્યો છે.

ત્યારે બીજી તરફ શિયાળાની સિઝનમાં ઠંડી ન પડતા જીરુ વરીયાળીસહિતના શિયાળુ પાકમાં પણ સુકારો જોવા મળી રહ્યો છે જેને લઇને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને નર્મદાના નીર તથા સરકાર દ્વારા તમામ પ્રકારના પ્રયાસો ખેતીલક્ષી હાથ ધરવામાં આવતા હોય જેને લઇને જિલ્લાના ખેડૂતોએ મબલખ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. ત્યારે વાવેતર બાદ ઠંડીનું જોર ઘટતા ખેડૂતોમાં પણ એક ચિંતા નો વિષય બન્યો છે કારણ કે શિયાળુ પાકનું બિયારણ સહિતનો ખર્ચ ખેડૂતો દ્વારા કરાયો છે પરંતુ સામે ઠંડી પડી રહી નથી અને ગરમી વધી રહી છે જેને લઇને ખેડૂતોમાં પણ શિયાળુ પાક ઉપર જોખમ ઉભું થતું હોવાના પગલે શોક જોવા મળી રહ્યો છે.

વિદેશી પક્ષીઓ ના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ: સંખ્યામાં ધરખમ ઘટાડો

Screenshot 12 10

સુરેન્દ્રનગર જિલ્લાના રણકાંઠાના વિસ્તારોમાં દર વર્ષે શિયાળાની સિઝનમાં વિદેશી પક્ષીઓનું આગમન થતું હોય છે અને વિદેશી પક્ષીઓ ચાર મહિના જેટલો સમયગાળો રણમાં પાણીના કુંડમાં વિતાવતા હોય છે તેવા સંજોગોમાં ચાલુ વર્ષે ઠંડીનું જોર ઘટતા વિદેશી પક્ષીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે દર વર્ષે વિદેશી પક્ષીઓ જરૂરથી રણમાં આવે છે ચાલુ વર્ષે પણ શિયાળાની શરૂઆતની તબક્કાની ઠંડીનો અહેસાસ ના પગલે વિદેશી પક્ષીઓ મહેમાન તો બન્યા છે પરંતુ હવે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ ઊભું થઈ રહ્યું છે અને બીજી તરફ વિદેશી પક્ષીઓની સંખ્યા માં પણ ઘટાડો જોવા મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.