ફક્ત આરોપીઓ અને લાગતા વળગતાઓને કોર્ટ માં એન્ટ્રી : ઉકાળાનું પણ વિતરણ
હાલની કોરોના જેવી મહામારી બિમારીના માહોલ અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા ડિસ્ટિક અને સેસન કોર્ટ માં આજે સવાર થી જ સુરેન્દ્રનગર જિલ્લા કોર્ટ માં પ્રવેશતા લોકો માટે ચેકીંગ હાથ ધરવા માં આવીયું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ડિસટીક અને સેશન કોર્ટ દ્વારા આજે કોર્ટમાં પ્રવેશ મેળવતા આરોપીઓ અધિકારીઓ અને અન્ય લોકોને કોર્ટમાં પ્રવેશ મેળવ્યા પહેલા ચેકિંગ હાથ ધરી ને ત્યારબાદ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો.
ત્યારે ખાસ કરીને કોર્ટમાં રોજબરોજના કામ અર્થે ભીડ સર્જાય છે ત્યારે આ ભીડ ઓછી કરવા માટે અને કોરો ના વાયરસ ના પગલે સુરેન્દ્રનગર જિલ્લા ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સેશન કોર્ટ ના અધિકારીઓ દ્વારા ખાસ ના પ્રવેશ દ્વાર ઉપર ગન અને કોરોના ચેકઅપ માં વપરાતા સાધનો વડે કોર્ટમાં પ્રવેશ આપતા પહેલા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું..
ત્યારબાદ જ જિલ્લા કોર્ટ માં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ કોર્ટમાં આવતા વકીલોને પણ ચેકિંગ હાથ ધરી ત્યારબાદ જ અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો અને ખાસ કરીને જિલ્લા માં કોરોના વાયરસ નું પ્રસારણ ન થાય એ માટે લોકોને જાગૃતતા કર્મચારીઓ દ્વારા દેખાડવામાં આવી હતી ત્યારે ખાસ કરીને લોકોને જાગૃત કરવામાં આવતા ખાસ કરીને મોઢાના ભાગે વારંવાર અડવું નહીં જાહેરમા થુંકવું નહીં અને જો કોઈપણ જાતનો તાવ કે શારીરિક રીતે અશક્તિ સર્જાય તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તરત ખસી જઈને યોગ્ય સારવાર લઈ લેવી એવું કોર્ટ ના અધિકારીઓ દ્વારા જિલ્લાની જનતાને જણાવવામાં આવ્યું હતું..