સુરેન્દ્રનગર જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં પણ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસ માં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આ વધારાને પગલે જ્યારે કોઈપણ લીંબડી માં કોરોના નો કેસ નોંધાય તો બે દર્દીને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા હતા ત્યારે બીજી તરફ જિલ્લાના તમામ ગામોના કોરોના ના દર્દીઓ ને સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા હતા જેના કારણે હાલમાં ગાંધી હોસ્પિટલમાં કોવિડ વિભાગ સંપૂર્ણ દર્દીઓથી વધતા કેસોના કારણે ભરાઈ ચૂક્યો છે.
ત્યારે ખાસ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર દ્વારા અલગ-અલગ પીએસસી કેન્દ્ર ઉપર કોવિડ કેર ની સ્થાપના કરવામાં આવી રહી છે જેમાં જે તે તાલુકામાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો નોંધાય તો ત્યાં જ તેમને સારવાર અર્થે ખસેડવામાં આવે તેવી હાલમાં વ્યવસ્થા સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા ઉભી કરવામાં આવી રહી છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી માં કોરોનાવાયરસ ના સતત પોઝીટીવ કેસો વધતા જઈ રહ્યા છે.
જેને ધ્યાનમાં લઇ સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા લીમડી કોવિડ કેર ની સ્થાપના માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેમાં આ covid કેર નું કામ હાલ પૂર્ણ થવાની તૈયારીમાં છે અને 21 / 7 ના રોજ 40 બેડ ની કોવિડ કેર સેન્ટરની નિર્માણ થશે. ત્યારે આ ચાલતા કામ ના પગલે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે રાજેશ મુલાકાતે પહોંચ્યા હતા. અને આ કામ ની સમીક્ષા પણ કરી હતી અને ખાસ કરી આ હોસ્પિટલના ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સાથે પણ મુલાકાત સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર દ્રારા કરવામાં આવી હતી.