રાજકીય ઈચ્છા શકિતનો અભાવ વહીવટી નિર્ણયો લેવામાં આવતી મુશ્કેલીઓનો ભોગ બનવું પડે છે આમ જનતાને
સુરેન્દ્રનગર જિલ્લો વહીવટી રીતે ધણી ધોરી વીનાનું હોયતેમ અનેક વહીવટી પડકારો અને પ્રજાવિકાસના કામોની સતત આવશ્યકત વચ્ચે જિલ્લા પ્રશાસનની જિલ્લાના કલેકટરની જગ્યા લાંબા સમયથી ખાલી રહેતા વહીવટી રીતે પ્રશાસન નધણીયાતુ બની ગયું હોય તેવી ફરિયાદ વિકાસ પ્રિય નાગરીકોમાંથી ઊઠી રહી છે. વિકાસ અધિકારી પર બે બે જવાબદારી ઓના ભારણની સીધી અસર પ્રશાસન વહીવટમાં દેખાય રહી છે.
સુરેન્દ્રનગર શહેર અને તેનો જિલ્લો અને તેના તાલુકા કલેકટર હોય કે ના હોય સુરેન્દ્રનગર જિલ્લો કાયમ માટે ધણીધોરી વગરનો આ જિલ્લો પંકાયેલો છે એમાં કાંઇ નવાઇની વાત નથી સુરેન્દ્રનગર શહેરની નેતાગીરી નબળી સુરેન્દ્રનગર શહેરના નગરપાલિકાના પ્રમુખની પણ આવડત તેમજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખની મનમાની જવાબદારીઓ નિભાવવામાં નિષ્ફળ નિવડતા જનતામાં ભારે વિરોધ છવાઇ જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેર અને તેના જિલ્લા અને તાલુકા મથકોમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને સાંસદ ડોક્ટર મહેન્દ્ર મુંજપરા ખાસ સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી હતી અને તેને તાત્કાલિક અસરે ઓર્ડર આપી અને સુરેન્દ્રનગરમાંથી છૂટા પણ કરી દેવાયા હતા તેને ખાસ્સો સમય વીતી જવા છતાં પણ હજી આજ દિવસ સુધી સુરેન્દ્રનગર કલેકટર તરીકે કોઈને પણ નિમણૂક આપવામાં આવી નથી હાલમાં સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં કલેકટર તરીકે સંપટ રાજ ચલાવી રહ્યા છે જે ડીડીઓ નો ચાર્જ છે.
તેમની પાસે હાલ તે કલેકટર નો ચાર્જ સંભાળી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર શહેર અને તેના જિલ્લાના અનેક કામો હાલમાં અટકીને પડ્યા છે અને લોકોના કામ ન થવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ધનજીભાઈ પટેલને ધારાસભ્ય આ વાતની જાણકારી આપતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને ધનજીભાઈ પટેલને પૂછપરછ કરવામાં આવે છે કે સુરેન્દ્રનગર અને જિલ્લા કલેકટર ક્યારે મળશે ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે મેં અવારનવાર આ અંગેની રજૂઆતો ગાંધીનગરમાં કરી છે પરંતુ હજી આજ સુધી તેનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી તો ધારાસભ્ય ધનજીભાઇ નું ગાંધીનગરમાં કંઈ ઊપજતું ન હોવાનું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે અને વિડીયો જોતા લાગી રહ્યું છે.
આમ પણ ધનજીભાઈ સુરેન્દ્રનગર ના વિકાસ માં શું કર્યું તેનો પણ એક સવાલ ઉત્પન્ન થયો છે તેમને જનતાના એક પણ કામ ન કર્યા હોવાનું પણ હાલમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ નો પણ વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે અને તેમને પણ પૂછપરછ કરવામાં આવી છે કે જિલ્લા કલેકટર છેલ્લા કેટલાક સમયથી નથી અને લોકોના કામો અટકી પડ્યા છે તો એના બારામા તમારે શું કહેવું થાય છે તો એમને એ જવાબમાં જણાવ્યું કે એક કામ સરકારનું છે એ કામ મારું નથી ત્યારે ઉપરથી નીચે સુધી છે ભાજપની સરકાર છે.
ભાજપના મુખ્યમંત્રી છે કેન્દ્રમાં પણ વડાપ્રધાન પણ ભાજપના છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં સરકાર પણ ભાજપની છે તો સુરેન્દ્રનગર શહેરમાં ભાજપની સરકાર હોવા છતાં પણ જો કલેકટરની નિમણૂક ન અપાવી શકે તો શેરી જનતાને સુ વિચારવાનું સુરેન્દ્રનગર શહેરમાં પાણીની કટોકટી સર્જાઇ છે તેના જિલ્લાના તાલુકા મથકોએ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે સામાન્ય નાગરિકને મોંઘવારીનો માર પડી રહ્યો છે દૂધ શાકભાજી ગેસ લાઈટ પેટ્રોલ અનાજ તેલ સહિતની મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે સુરેન્દ્રનગર જિલ્લો પહેલાથી ધણીધોરી વગરનો ગણવામાં આવે છે તે હાલમાં પુરવાર થઈ રહ્યું છે તેવું પણ જનતા જણાવી રહી છે.