મા આધ્યશક્તિના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી છે. માના ગુણગાન માટે વપરાતા ઢોલ, નગારા,   જેવા વાંજિત્રોને સજ્જ કરવા ઝાલાવાડની મહિલાઓએ હાથ અજમાવતા નવરાત્રિ પહેલા જ નારીશક્તિના દર્શન જોવા મળ્યા હતા. માત્રને માત્ર પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે છેલ્લા 25 વર્ષથી આવી 15થી વધુ બહેનો નવરાત્રીની સિઝનમાં રોજિંદા 6 કલાક શ્રમ દાન આપી ઢોલ,નગારા અને તબલા રિપેરીંગનું કામ કરી રહી છે.

તબલા-ઢોલ જેવા ચર્મવાધ્યોને મઢવા કે વેચવાના કામમાં શિક્ષીત મહિલાઓનું પણ યોગદાન

હાલના આધુનિક સમયમાં ડીજે સહિતના ઇલેટ્રોનીક સાધનોના તાલ સામે ઝાલાવાડની ડબગર કારીગીરી લુપ્ત થતી જાય છે. ત્યારે સુરેન્દ્રનગરની 15થી વધુ બહેનો 25 વર્ષથી આ કારીગરીને જીવંત રાખવાની સાથે પરિવારને મદદરૂપ પણ થઇ રહી છે. મોટા ભાગે પુરૂષો જ આ કામગીરી કરતા હતા. વર્તમાન સમયે આધુનિક વાજીંત્રો આવતા ડબગરનાં કારીગરોને રોજીરોટીનો સવાલ ઉભો થયો છે.અને આથી જ આ કામ કરતા પરિવારજનો પોતાના સંતાનોને અન્ય વ્યવસાય કે નોકરી તરફ મોકલી રહ્યાં છે. આવી વિકટ સ્થિતિમાં પણ પોતાની વંશ પરંપરાગતની કલા લુપ્ત ન થાય તે માટે યુવતીઓ અને મહિલાઓ પ્રયાસ કરી રહી છે.

ધર્મેન્દ્રભાઈ બાબુલાલ દેવડા, આશીષભાઈ ધર્મેન્દ્રભાઈ દેવડાએ જણાવ્યું કે, હાલ નવરાત્રિમાં કામ વધુ રહે છે જેને પહોંચી વળવા પરિવારની મહિલાઓ સવારનું ઘરકામ પતાવીને બપોરના 3થી 9 કલાક એટલે કે 6 કલાક સુધી શ્રમદાન આપી રહી છે.   એક જ ડબગર પરિવારની 4 થી વધુ બહેનો કામગીરી કરી આર્થિક રીતે પણ મદદરૂપ બની રહી છે. 10 પરિવાર કામગીરી કરે છે વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી તેમજ સુરેન્દ્રનગર શહેરમાં અંદાજે 10 જેટલા ડબગર પરીવારો સમગ્ર જિલ્લાના સંગીતમય સાધનોનું રિપેરીંગ સહિતનું કામ કરી રહ્યાં છે.

નવરાત્રિ પર્વ સહિતના તહેવારોમાં કામ વધુ રહે છે. આ કલાને ટકાવી રાખવી છે ધો. 12 પાસ ભાવનાબેન દેવડા, એમ.કોમ પાર્ટ-1માં અભ્યાસ કરતા ભાવિકાબેન દેવડા અને દર્શનાબેન દેવડાએ જણાવ્યું કે, કલાને જીંવત રાખવા અમો સંગીતના સાધનોની કામગીરીમાં મદદ કરીએ છીએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.