હથિયાર સાથે પાંચ લોકોની અટકાયત : મજલોડ સહિતના ગેરકાયદે હથિયાર લોકલ ક્રાઈમ બ્રાંચે કબ્જે કર્યા
જિલ્લામાં ગેરકાયદે હથિયાર રાખવાના શોખીને ઉપર તવાઈ
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના અલગ અલગ ગામોમાંથી ચેકીંગ કામગીરી કરી અને હથિયાર ઝડપી લેવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા મળેલી બાતમીના આધારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ ડી.એમ ઢોલ ને મળેલી બાતમીના આધારે પાટડી તાલુકાના ગેડીયા સહિતના આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ત્યારે ચેકીંગ દરમ્યાન સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ સ્ટાફ દ્વારા પાટડી તાલુકાના ગેડિયા સહિતના આજુબાજુના ગામો માં મળેલી બાતમીના આધારે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મળેલી ખાનગી બાતમીના આધારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે પાટડી તાલુકાના વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરી અને મજર લોડ સહિતના સાત હથિયારો સાથે કુલ પાંચ ઈસમોની અટકાયત કરી છે.
એલ.સી.બી. ટીમ સુરેન્દ્રનગર પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી.એમ.ઢોલ તથા પો.સબ.ઇન્સ. શ્રી વી.આર.જાડેજા તથા એ.એસ.આઇ. નિકુલસિંહ ભુપતસિંહ તથા જુવાનસિંહ મનુભા તથા નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા ભુપેન્દ્રકુમાર જીણાભાઇ તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા વાજસુરભા લાભુભા તથા પો.હેડ.કોન્સ. હિતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભા તથા ચમનભાઇ જશરાજભાઇ તથા પો.કોન્સ. અજયસિંહ વીજયસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા અશ્વિનભાઇ ઠારણભાઇ તથા દીલીપભાઇ ભુપતભાઇ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા સંજયસિંહ ધનશ્યામસિંહ તથા ગોવિંદભાઇ આલાભાઇ તથા કલ્પેશભાઇ જેરામભાઇ એ રીતેની ટીમ દ્વારા ચોક્કસ બાતમી મેળવી અને પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા પાટડી તાલુકા વિસ્તારોમાંથી અલગ અલગ જગ્યાએ સાત જેટલી મજર લોડ બંધુક સહિતના હથિયારો લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા છે ઉલ્લેખનીય છે કે લોકલ ક્રાઈમ બ્રાન્ચને ફરી એક વખત મોટી સફળતા મળી છે સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા ગુનાખોરીના બનાવો ડામવા માટે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ સતર્ક બની રહી છે તેને લઈને પાટડી તાલુકા ના વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરી અને મળેલી બાતમીના આધારે સાત હથિયારો લોકલ ક્રાઇમ બ્રાંચના પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
પૂછપરછ બાદ વધુ હથિયાર ઝડપાવાની શકયતા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા મજન લોડ બંદૂક સહિત અલગ અલગ જગ્યા ઉપર થી 7 જેટલા હથિયાર ઝડપી પાડવામાં આવ્યા છે ત્યારે તેના સાથે પાંચ જેટલા આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ ડી.એમ ઢોલ દ્વારા પકડાયેલા આરોપીઓ ની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં પૂછપરછ દરમિયાન વધુ ગેરકાયદેસર હથિયાર ઝડપાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે જેમાં ઝડપાયેલા હથિયારોમાં મોટાભાગની મજલોડ બંદૂક હથિયાર હોવા નું સૂત્રો પાસે થી જાણવા મળી રહ્યું છે.
ત્યારે હાલમાં પાંચ આરોપીઓની અટકાયત કરી લોકલ ક્રાઇમ બ્રાંચના પીઆઈ સહિતના સ્ટાફ દ્વારા વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં પૂછપરછ બાદ વધુ ગેરકાયદેસર હથિયાર ઝડપવા ની શક્યતાઓ વર્તાઈ રહી છે.