સુરેન્દ્રનગર જિલ્લા ના પાટડી તાલુકાના ઝેઝરી ગામે સગર્ભા મહિલાને કોરોના પોઝીટીવ : પાટડી તાલુકાનો કોરોના પોઝીટીવનો કેસ સામે આવ્યો
જિલ્લામાં અત્યાર સુધી માં કુલ ૩૨ પોઝીટીવ કેસો નોંધાયા છે : જિલ્લા માં વધતા કેસ ચિંતા નો વિષય બન્યો
હાલ સમગ્ર વિશ્વ કોરોનાની મારી સામે લડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાવાયરસ ને સતત પોઝીટીવ કેસો વધતા જઈ રહ્યા છે ત્યારે ચિંતાનો વિષય બન્યો છે ત્યારે સામે રિકવરી પણ દર્દીઓને આવી રહી છે તે એક ગુજરાત માટે સારી બાબત ગણી શકાય તેમ છે ત્યારે બીજી તરફ વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો દિન-પ્રતિદિન વધી રહ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ફુલ કોરોનાવાયરસ નાં 32 પોઝિટિવ કેસો સામે આવ્યા છે ત્યારે જિલ્લામાં એક પ્રકારે આ બાબતે હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા જતા કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો એ જિલ્લામાં એક પ્રકારે લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે ત્યારે ખાસ કરી lockdown ચાર માં જે છૂટછાટ આપવામાં આવી છે તેના કારણે જિલ્લામાં સતત કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના ટેસ્ટિંગ વધવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો છેલ્લા ૧૬ દિવસ માં 29 કેસો સામે આવ્યા છે ત્યારે અત્યાર સુધીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૩૨ પોઝિટિવ કેસો નોંધાવા પામ્યા છે જેમાંથી તે લોકો સાજા થઈને પોતાના ઘર તરફ પરત ફર્યા છે ત્યારે હજુ પણ આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના સંક્રમણનો ખતરો વધતો જઇ રહ્યો હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.
ત્યારે આજે વહેલી સવારે ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી તાલુકાના જેજરી ગામની સગર્ભા મહિલા નો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે પાટડી તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં બીજો કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસો નોંધાવા પામ્યો છે ત્યારે આ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.અલકાબેન શંકરભાઈ ચાવડા નામની મહિલાને આજે વહેલી સવારે કોરોના પોઝીટીવ આવ્યો છે.
જિલ્લામાં સતત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ ના કેસો વધી રહા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં આજે ફરી એક વખત વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના જેજરી ગામની અલકાબેન શંકરભાઈ ચાવડા સગર્ભા હાલતમાં રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે ખાસ કરી કોરોના સંક્રમણનો ખતરો જિલ્લામાં સગર્ભા મહિલાઓ ઉપર વધુ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે અગાઉ પણ બે સગર્ભા મહિલાને જિલ્લામાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવા પામ્યા હતા…
ત્યારે ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં 32 કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસો સામે આવ્યા છે ત્યારે આ કેસમાં વાત કરીએ તો 80 ટકા કેસો સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાવા પામ્યા છે ત્યારે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણનો ખતરો વધુ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે…
સગર્ભા મહિલા ને હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસેડવા માં આવી…
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના જેજરી ગામમાં સગર્ભા મહિલા નો રિપોર્ટ અને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક કરશે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તાત્કાલિક કોરોના સામે નો ઈલાજ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે સતત જિલ્લામાં કોરોનાવાયરસ ના કેસો નોંધાવા પામ્યા જિલ્લામાં કોરોના સંક્રમણ બાબતે લોકોમાં ચિંતા વ્યાપી જવા પામી છે..