કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી તાનાશાહી સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ તેમના મંત્રી મંડળના સભ્યો છેલ્લા અઠવાડિયાથી ધરણા પર બેઠા છે. ત્યારે કેન્દ્ર સરકારનાં દિલ્હી સરકારની કામગીરીમાં જરૂર વિના દખલગીરી અને અધિકારીઓને પોલીટીકલ દબાવ આપી અને નિષ્ઠા પૂર્વક કામ ન કરવા દઈ અધિકારીઓને હેરાન કરવા અંગે ગુજરાત સરકારને ગાંધીનગરમાં તેમજ સુરેન્દ્રનગરમાં કલેકટરને આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યું હતુ.
જેમાં ત્રણ મહિનાથી ચાલતી હડતાલને બંધ કરી અને દિલ્હી સરકારને કામગીરીમાં સહયોગ આપે તે અંગેની લેખીત માંગણી કરવામાં આવી હતી. આ આવેદન પત્ર આપવામાં માટે સુરેન્દ્રનગર પાર્ટીના ઉપપ્રમુખ કમલેશભાઈ, સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ દાનસીંગભાઈ ભાટીયા, ઉપપ્રમુખ પ્રવિણસિંહ પરમાર, જે.પી. ઠાકર, ઈસ્માઈભાઈ, દિલુભા તેમજ હોદેદારો ઉપસ્થિત રહી સુરેન્દ્રનગર કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ.