અંબિકા ગરબી મંડળ વર્ષોથી રાજપર ગામમાં નવરાત્રી દરમ્યાન ગામનાં સર્વ જ્ઞાતિજનો હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડીને નોરતા ઉજવે છે. પ્રથમ નવરાત્રીએ પાવાના પતઈ રાજાનો ખેલ કરવામાં આવેલ જેના દ્વારા મદિરા પાનથી જે નુકસાન થાય તે વાતને ઉજાગર કરવામાં આવેલ તે ઉપરાંત વીર માંગડાવાળો, શેઠ શગાળશા, રાં નવઘણ, મેલડી માં, ખોડીયાર માં, ચામુંડા માં નો વેશ ભજવવામાં આવ્યો હતો.

મંડળના યુવાનો-વડીલોએ સાથે મળીને સુંદર વેશ ભજવણી કરી હતી. સમગ્ર ગ્રામજનો સાથે મળીને નવ-નવ દિવસ સુધી માતાજીની આરાધના કરે છે અને દશેરાનો હવન કરીને નવરાત્રીની પૂર્ણાહુતી કરવામાં આવે છે. ગામ લોકો દ્વારા ઉજવાતી નવરાત્રીની આજુબાજુના ગામના લોકો પણ લાભ લઈ સાથ-સહકાર આપે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.