90.80 કિલોના 104 ગાંજાના છોડ સાથે રૂ. 7.24 લાખનો મુદામાલ જપ્ત
સુરેન્દ્રનગર જિલ્લાના નાના કાંધાસર ગામની સીમમાંથી ગાંજાના છોડનું વાવેતર ઝડપાયું છે સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા આ ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે ત્યારે 104 જેટલા ગાંજાના છોડ સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે 90 કિલો 800 ગ્રામ જેની કિંમત 7.24 લાખનો ગાંજો એસ.ઓ.જી પોલીસે ઝડપી લીધો છે.
સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરી નશાહીત પદાર્થનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવતું ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના નાના કાંધાસર ગામમાંથી સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ દ્વારા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે અને એક ઇસમની અટકાયત પણ કરવામાં આવી છે સુરેન્દ્રનગરના એસ.ઓ.જીના સ્ટાફમાં ફરજ બજાવતા એ.એસ.આઇ ગાજી રાખતી રાઠોડને મળેલી ખાનગી બાતમીના આધારે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતીઆ ચેકીંગ કામગીરી દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વારા નાના કાંધાસર ગામમાં ખેડૂત દ્વારા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાની પાકી બાતમી મળતા એસઓજીની ટીમ દ્વારા નાના કાંધાસર ગામની સીમમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવતા ત્યાંના સ્થાનિક રમેશભાઈ લીંબાભાઇ મેણીયા દ્વારા ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
ત્યારે સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસ સ્ટાફના પી.આઈ બી.એમ રાણા ની સૂચનાથી ખેતરમાં ઉભા ગાંજાનું વાવેતર કટિંગ કરવામાં આવ્યું હતું 104 જેટલા છોડ વાવો તોડી પાડી અને તેમાંથી નીકળેલા 90.80 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો અને કુલ મુદ્દામાલ માં 7.26 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને એક ઈસમની અટકાયત કરી અને હાલમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.