ભારત એ ઋતુ પ્રિય દેશ છે તેમાં પણ ગુજરાત ની વાત આવે તો ગુજરાત મા શિયાળા ની ઋતુ ગુજરાત ના લોકો ને વધુ પ્રિય હોય છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા અને સમગ્ર ગુજરાતમા હાલ શિયાળા ની ઋતુ નો હાલ પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે ગુજરાત મા દિવાળી બાદ તરતજ શિયાળા ની ઋતુ નો પ્રારંભ થઇ જાય છે.
ત્યારે આજે સુરેન્દ્રનગર જીલ્લા ની ઋતુ પ્રિય જનતા એ ઠંડી ના ચમકારા નો અનુભવ કર્યો હતો ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ભોગાવા નદી ના કિનારે ગાઢ ધુમમસથી વાતાવરણ પલટાયું હતું ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના બસ સ્ટેન્ડ જાણે હિલ સ્ટેશન મા ફેરવાયું હોય તેવો નજારો જોવા મળ્યો હતો.
ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા છેલ્લા એક સપ્તાહથી ઠંડી નો અનુભવ થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ની અલગ અલગ ખાણી પીણી જેવી કે સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ ના વઢવાણ ની મરચા,લીમડી ની કચરિયું અને એવી અલગ અલગ ખાણી પીણી ની મોજ સુરેન્દ્રનગર વાસીઓ હાલ શિયાળા દરમિયાન ઉઠાવી રહ્યા છે.