એસ.ટી. બાબુઓએ તંત્રની આંખે પાટા બાંધી દીધાનો ગણગણાટ
બસ સ્ટેશન લોકાર્પણમાં મોટી ચૂક અપૂરતા બાંકડા – વાઇફાઇ સીસીટીવી કેમેરાઓ અને વાહન પાર્કિંગની સુવિધાઓ ભુલાઈ જ ગઈ
સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ ના લોકાર્પણમાં મોટીચૂક સામે આવી છે જે બસ સ્ટેન્ડ છે તેનું કામ થયેલા પાંચ વર્ષથી ચાલી રહ્યું હતું 8.88 કરોડ ના ખર્ચા બસ સ્ટેન્ડ નું નિર્માણ થયું છે ત્યારે બસ સ્ટેન્ડ નું લોકાર્પણ ચાર દિવસ પહેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ આ બસ સ્ટેન્ડના લોકાર્પણમાં મોટીચૂક સામે આવી છે ખાસ કરીને જે બસ સ્ટેન્ડમાં સુવિધાઓ મળવી જોઈએ તે પેસેન્જર ને મળી રહી નથી.
સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નું જે સમયે ટેન્ડર પાસ કરવામાં આવ્યું હતું તે સમયે અધ્યતન સ્વરૂપનું આ બસ સ્ટેન્ડ નિર્માણ થશે તેવું કહેવામાં આવેલું અને ખાસ કરીને આ બસ સ્ટેન્ડમાં એરપોર્ટ જેવી સુવિધાઓ હશે તેવું પણ કહેવામાં આવ્યું હતું પરંતુ લોકાર્પણ સમય આવું કશું જોવા મળ્યું નથી તેવું લોકો પાસેથી જાણવા મળી રહ્યું છે ખાસ કરીને જે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નું લોકાર્પણ મુખ્યમંત્રી દ્વારા કરી નાખવામાં આવ્યું છે પરંતુ મુખ્યમંત્રીના કારણે કાળી પટ્ટી બાંધી અને અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો દ્વારા આ લોકાર્પણ કરાવી નાખવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
બસ સ્ટેન્ડમાં કોઈપણ પ્રકારના સીસીટીવી કેમેરાઓની સુવિધા ઉપલબ્ધ નથી આ ઉપરાંત બસ સ્ટેન્ડનું ફર્નિચર કામ પણ મહદ અંશે બાકી છે આ ઉપરાંત સુરેન્દ્રનગર ના બસ સ્ટેન્ડમાં પાર્કિંગની સુવિધા નથી. ત્યારે જે તે સમયે બસ સ્ટેન્ડ નિર્માણ કરવાનું હતું ત્યારે વાઇફાઇ ની સુવિધા બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ હશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું પરંતુ બસ સ્ટેન્ડમાં કોઈ પણ પ્રકારની વાઇફાઇ તેમજ અન્યત્ર સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાનું પેસેન્જર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
ગામનું મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરી નાખવામાં આવ્યા હોય અને લોકાર્પણ કાર્યક્રમમાં મોટીચૂક થઈ હોય તેવું સ્થાનિક લોકોને પેસેન્જર પાસેથી જાણવા મળી રહ્યું છે આ મામલે સુરેન્દ્રનગર એસટી વિભાગ અને ઉચ્ચતર કક્ષાના અધિકારીઓ ફરી ચર્ચામાં આવ્યા છે કારણ કે તેમને ખબર હોવા છતાં પણ આ બસ સ્ટેન્ડ નું કેમ લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરાવી નાખ્યું. પહેલા 100 ટકા કામ પૂરું થાય એવું હોત અને ત્યારબાદ બસ સ્ટેન્ડ નું લોકાર્પણ કરાવ્યું હોય તો આ વિવાદ ઊભો થવાનો ચાન્સ ન રહે પરંતુ હાલની પરિસ્થિતિમાં સુરેન્દ્રનગરનું બસ સ્ટેન્ડ અધૂરા કામ સાથે લોકાર્પણ કરી નાખવામાં આવ્યા હોવા મામલે ચર્ચામાં આવ્યું છે.
એસટી વિભાગના અધિકારીઓ લોકાર્પણના પાંચ દિવસ પહેલા તે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં ધામા નાખીને બેઠા હતા તો આવા અધૂરા કામો કેમ ન દેખાયા.? તેવો પ્રશ્ર્ન ચર્ચા છે.