રૂ.50 લાખની ઉઘરાણી વસુલ કરવા બંદુકના ભડાકે દેવાની ધમકી દેતા રાજકીય ખળભળાટ
સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખે રુા.50 લાખની ઉઘરાણી વસુલ કરવા બિલ્ડર પિતા-પુત્ર પર તલવારથી હુમલો કરી બંદુકના ભડાકે દેવાની ધમકી દીધા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ વીરા હોટેલ સામે રહેતા અને બિલ્ડરનો વ્યવસાય કરતા કલ્પેશ છોટાલાલ શાહએ બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, તેઓને હિતેન્દ્ર ઉર્ફે હિતેષ બજરંગ ભગવાનજીભાઈ નાયકપરાએ મારવેલ રોજ નામના બિલ્ડિંગમાં ઓફિસે બોલાવ્યા હતા. અને બાંધકામના રૂ. 50,00,000 આપવાના હતા તે હવે હું નહીં આપું અને બીજા રૂ. 50,00,000 આપવા પડશે તેમ કહી દબાણકર્તા કલ્પેશભાઈ શાહે કહ્યું કે મારે પૈસા લેવાના છે તમે શેના માગો છો. તેમ કહેતા હિતેષભાઈ બજરંગ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી હતી.
પૈસાની વ્યવસ્થા નહીં કરે તો બાર બોરના લાઇસન્સવાળા હથિયારથી ભડાકે દઇ મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત હિતેષભાઈ બજરંગે પોતાના હાથમાં તલવાર જેવા તીક્ષ્ણ હથિયારથી કલ્પેશભાઈના બરડામાં એક ઘા માર્યો હતો. અને કલ્પેશભાઇના દીકરા મેઘ વચ્ચે છોડાવવા પડતા તેને પણ જમણા હાથે કોણી ઉપર તલવારનો ઊંડો ઘા મારી બંનેને સામાન્ય ઇજા કરી હતી. આ અંગે ગુનો નોંધાતા તપાસ પીએસઆઈ એચ.એસ. જાડેજા ચલાવી રહ્યા છે.
આ અંગેની વધુ વિગત એવી છે કે, સુરેન્દ્રનગરનાં જાણીતા બિલ્ડર અને સુરેન્દ્રનગર-વઢવાણ બિલ્ડર એસોસીએશનનાં પ્રમુખ કલ્પેશભાઇ છોટાલાલ શાહ (કે.સી.શાહ)ને આમ આદમી પાર્ટીનાં પુર્વ પ્રમુખ અને બિલ્ડર હિતેન્દ્રભાઇ ઉર્ફે હિતેશ ભગવાનજીભાઇ નાયકપરા ઉર્ફે હિતેશભાઇ બજરંગે પોતાની 80 ફટુ રોડ ઉપર માર્વેલ રોઝ નામની બિલ્ડીંગમાં આવેલ ઓફીસે બોલાવી બાંધકામનાં રૂ. 50,00,000 આપવાના હતા તે હવે હું નહીં આપુ અને બીજા રૂ. 50,00,000 (પચાસ લાખ) આપવા પડશે તેમ કહી દબાણ કરતા કલ્પેશભાઇ શાહે કહ્યુ કે, મારે પૈસા લેવાના છે, તમે શેના પૈસા માંગો છો. આટલુ કહેતા હિતેશભાઇ બજરંગે એકદમ ઉશ્કેરાઇ જઇ જેમ તેમ ગાળો બોલી પૈસાની વ્યવસ્થા કર, નહીંતો બારબોરનાં હથિયારથી ભડાકે દઇ જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી પોતાનાં હાથમાં રહેલ તલવારનો એક ઘા કલ્પેશભાઇનાં બરડામાં મારી દીધો હતો. ઝપાઝપીમાં કલ્પેશભાઇનો દિકરો મેઘ વચ્ચે છોડાવવા પડતા તેને પણ જમણા હાથે કોણી ઉપર તલવારનો ઉંધો ઘા માર્યો હતો. બનાવ અંગે કલ્પેશભાઇ શાહે (કે.સી.શાહ) ફરીયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. 384, 323, 324,504, 506,(2) તથા જી.પી.એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.