ડમ્પર સહિતના વાહનો નદીમાં ગરકાવ: 10થી વધુ લોકોને બચાવી લેવાયા: 10 વર્ષથી જર્જરીત પુલ અંગે અનેક વખત રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા પગલા ન લેવાયા: સરપંચ
સમગ્ર ઘટનામાં તપાસના આદેશ, કસુરવારો સામે થશે કાર્યવાહી: કલેકટર
સમગ્ર ગુજરાત રાજ્યમાં નદીઓ ઉપરના પુલ પડી અને દુર્ઘટના સર્જાતી હોવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે મોરબી દુર્ઘટના બાદ બનાસકાંઠા બાદ હવે સુરેન્દ્રનગર જિલ્લામાં અવાજ પ્રકારની ઘટના બની છે ઘટના એટલી ગંભીર છે કે લોકોના જીવ પ્રથમ દ્રષ્ટિએ વાયરલ વિડીયો જોતા તાળવે ચોટી ગયા છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામે પુલ તૂટી પડ્યો છે
ગઈકાલે સાંજે વસ્તડી થી ચુડાને જોડતો પૂલ તૂટી પડ્યો છે. ત્યારે આ પુલ તૂટી પડતા 110 થી વધુ ગામોના લોકોને અવળ-જવર માટે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તંત્રના વાંકે આ ભૂલ પડ્યા હોવાનું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે ઉલ્લેખનીય છે કે 40 વર્ષ પહેલા આ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કોઈપણ પ્રકારની મરામતે તેનું ધ્યાન ન આપવામાં આવતા છેલ્લા 10 વર્ષથી આ પુલ જર્જરીત હાલતમાં હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
પુલ દુર્ઘટના બાદ તંત્રની ટીમો ત્યાં પહોંચી છે. આ અંગે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે પુલ તૂટી પડતા નીચેથી પસાર થતી ભોગાવો નદીમાં વાહનો ખાબકયા છે જેમાં 50 ટન રેતી ભરેલું ડમ્પર અને અન્ય વાહનો નદીમાં ઘરકાવ બન્યા છે તેની સાથે 10 થી વધુ લોકો નદીના પાણીમાં બન્યા હોવાનું સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે જોકે આજુબાજુના લોકો દ્વારા હોડકા લઈ અને આ તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે જે પૈકીના ચાર લોકોને ગંભીર ઇજાઓ થતા સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાને લઇ કોઈ મોટી જાનહાની ભલે ન થઈ હોય પરંતુ તંત્રના વાકે આ પ્રકારની વધુ એક ઘટના ગુજરાત રાજ્યમાં બની છે જેને લઇને હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ હવે ચર્ચામાં આવ્યો છે ખાસ કરીને તંત્ર ઓર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સર્વે કરાવવામાં આવ્યો છતાં પણ આ પુલ બંધ કેમ ન કરાવવામાં આવ્યો તેટલું જ નહીં પરંતુ પુલ ઉપરથી 50 ટન ગેરકાયદેસર રેતી ભરેલા ડમ્પરો કેમ પસાર થવા દેવામાં આવ્યા તેની સામે પણ કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે.
વસ્તડી નજીક પુલ તૂટી પડવાની ઘટના છે તે મામલે સ્થાનિક ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતુ કે મોરબી જેટલી કોઈ મોટી દુર્ઘટના બની નથી. પુલ તૂટ્યો છે પુલ નીચે ડમ્પર વાહનો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ભગવાને તમામ લોકોને બચાવી લીધા છે.
પુલ તૂટી પડ્યો છે જેને લઈને પોલીસ અને તંત્રની કામગીરી સામે સવાલ ઊભા થઈ રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી નજીક જે ભોગાવો નદી આવેલું છે ત્યાંથી રેતી મળી આવે છે સફેદ રેતીની બેફામ રીતે ખનીજ માફીઆઓ ચોરી કરતા હોય તે પ્રકારની રજૂઆત સરપંચ દ્વારા તંત્રને એક વર્ષ અગાઉ કરવામાં આવી હતી તે ને લઈને આજ દિન સુધી તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આવા રેતી ચોરી કરેલા ઓવરલોડ ડમ્પરો પુલ ઉપરથી પસાર થતા હતા અને આ પુલ તૂટી પડ્યો છે.
હવે જવાબદાર કોને ઠેર આવી શકાય કારણ કે આ મુદ્દે પોલીસ વિભાગને પણ અવરલોડ ડમ્પર ઝડપી કાર્યવાહી કરવી જોઈએ પરંતુ તેમના દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી નથી બીજી તરફ જે રેતીની ચોરી થઈ રહી છે.
તંત્રનું ધ્યાન દોરવા છતા પગલા ન લેવાયા: સરપંચ ઘનશ્યામસિંહ ગોહિલ
સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી નજીક જે પુલ તૂટી પડવાની ઘટના છે જ્યાં મુદ્દે સરપંચ સાથે વાતચીત કરવામાં આવતા તેમના જણાવ્યું છે કે અમે તંત્રનું ધ્યાન ત્રણ મહિના પહેલા દોર્યું હતું અને આ મુદ્દે તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન ન આપ્યા હોવાનો આક્ષેપ સરપંચ ઘનશ્યામસિંહ ગોહિલે કર્યો છે ત્યારે આ મુદ્દે છેલ્લા દસ વર્ષથી અલગ અલગ સરપંચો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી પુલ ઉપરથી જે સમયે વાહનો પસાર થાય ત્યારે પુલ અત્યંત ધ્રુજારી મારતો હતો આ અંગે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું છતાં પણ તંત્રએ રીપેરીંગ ના નામે ભ્રષ્ટાચાર આચાર્ય હોવાનો આક્ષેપ પણ સરપંચ દ્વારા કરવામાં આવ્યો છે આ મુદ્દે અધિકારીઓની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.