34 વર્ષ પહેલા બોગસ માર્કશીટ કૌભાંડમાં 16 પૈકી 12 કેસમાં અગાઉ ચુકાદો આવી ગયો
સુરેન્દ્રનગર જિલ્લામાં આજ થી 34 વર્ષ પહેલા યોજાયેલી શિક્ષકની ભરતીમાં બોગસ સર્ટી આપવામાં આવ્યો હોવાનો ભાંડો ફુંટયો હતો. જેમાં અલગ અલગ કુલ 16 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જે પૈકીના બે કેસમાં ચીફ કોર્ટે કુલ 6 શખ્સોને બે વર્ષથી સજા અને રૂ.2 હજારનો દંડ ફટકાર્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લામાં 1998ના વર્ષમાં શિક્ષકોની ભરતી યોજાઇ હતી. જેમાં અનેક ઉમેદવારોએ અરજી કરી હતી. અરજીમાં આપેલી મર્કસીટ સહિતની વિગતોની તપાસ કરતા કેટલાક ઉમેદવારોએ ધો.10 ની પરીક્ષામાં જે બેઠક ક્રમ બતાવ્યો હતો તેની જીણવટ ભરી વિગતો લેતા ઉમેદવારની જગ્યાએ અન્ય વ્યકિતનો નંબર હોવાની જાણ થઇ હતી.
આમ શિક્ષકની નોકરી મેળવવા માટે બોગસ શર્ટી રજૂ કર્યાનું કૌભાંડ બહાર આવતા તે સમયે શિક્ષણ અધિકારીએ સિટી પોલીસ મથકે કુલ 16 ગુના દાખક કર્યા હતા. જેમાં 12 કેસનો ચૂકાદો આવી ગયો હતો.
બાકી રહેલા કેસ પૈકી 2 કેસ સુરેન્દ્રનગરની ચીફ જયુડીશ્યલ કોર્ટમાં ચાલી ગયા જેમાં તમામ પુરાવા અને જુબાની સહિતની વિગતો જોતા કોર્ટે પાટડી તાલુકાના ગવાણા ગામના મોહનભાઇ જીવાભાઇ સીંધવ, વડગામના અમરાભાઇ શંકરભાઇ રાઠોડ, ધોળકા તાલુકાના ઇંગોલી ગામના ભીખાભાઇ મથુરભાઇ વાણંદ, ધોળકાના સરઘવાડાના જીવારાજભાઇ કાનાભાઇ, બોટાદના તુરખાના લુહાણી બુટક લાલજીભાઇ અને બોટાદના અરવીંદ સવજીભાઇ ડાભીને બે વર્ષની સજા અને રૂ.2 હજારનો દંડ ફટકાર્યો હતો.