પ્લાસ્ટિક થેલી અને પ્લાસ્ટિક પ્યાલી ૫૦ માઈક્રોન થી નીચે ઉપાદન કરતા વેપારીઓ અને વેચાણ કરતાં વેપારીઓ આ ખાસ વાંચો અને બંઘ કરો જો પકડાશો તો આમાં ૬ મહીના ની જેલ ની સજા ની જોગવાઈ છે અને પાન મસાલા વાળા જે ગુટકાના વેચાણ કરતાં વેપારીઓ પાસે પણ ૫૦ માઈક્રોન થી નીચે માં જો ગુટકા ભરેલા હશે તેને જપ્ત કરવામાં આવશે અને તેનો નાશ કરવામાં આવશે અને રોડ બની ગયા પછીથી જે વેપારીઓ દ્વારા રોડ ઉપર કચરો ફેંકવામાં આવશે તેવા વેપારી ઓ ને સ્થળ ઉપર દંડ ફટકારવામાં આવશે અને ગંદકી કરતાં લોકો ને તેના અને તેની દુકાનો ના ફોટા પાડી ને શોશયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયા માં પ્રસિદ્ધ કરવામાં આવશે પરંતુ આ બઘુય રોડ તમામ સારા થઇ જાય પછી તે પછી સફાઇ કામદારો સફાઈ કરી ગયા પછી જો જાહેર માં ગંદકી અથવા કચરો કરવામાં આવશે તો કોઇ ની પણ શેહશરમ રાખ્યા વગર કડક પગલાં લેવામાં આવશે અને ઉનાળાની સિઝનમાં કેરી ના વેપારી ભાઇ ઓ છે અને જે વેપારીઓ કાબઁન થી કેરી પકવીને લોકો ના આરોગ્ય સાથેમ ચેડા કરે છે તે બંઘ કરી દે ગમે ત્યારે નગરપાલિકા ના અધિકારી ઓ અને કર્મચારીઓ ચેંકીગમાં નીકળશે અને આમાં કોઈ ની લાગવગ અથવા કોઇની શેહશરમ રાખ્યા વગર કડક કાર્યવાહી કરવામાં આવશે અને પેલા મોટા વેપારીઓ ને ત્યાંથીજ શરૂઆત કરવામાં આવશે અને નગરપાલિકા ને બઘા રેહઠાણ ની ખબર છે કયા અને કઇ જગ્યા એ મોટા પ્રમાણમાં કાબઁન થી કેરી પકવવા માં આવે છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com