પોતાની ટિકિટ કાપવામાં તેમજ સાબરીયાને જેલમાં ધકેલવાનું પાછળ જયંતિ કવાડીયાનો હાથ હોવાનો દેવજી ફતેપરાનો આક્ષેપ
હાલના ભાજપના સુરેન્દ્રનગરના સાંસદ સભ્યો દેવજી ફતેપરાને ફરી ટિકિટ નહીં મળતા ભાજપમાં ભડકો થયો છે. મીડિયા સાથેની વાતચીતમાં દેવજી ફતેપરા એ જણાવ્યું કે મારી ટીકીટ કાપવા પાછળ ગુજરાતના પૂર્વ મંત્રી જયંતિ કવાડિયા અને ધનજીભાઇ પટેલ જવાબદાર છે.
ધનજીભાઈ પટેલ મારી પાસેથી તેમના ભાણેજ માટે દિલ્હીમાં આવેલો મારો બંગલો બિઝનેસના કામ થી માગ્યો હતો પરંતુ મેં તેમને ના પાડી હતી અને આ અંગેની જાણ પણ ભાજપના નેતાઓને કરી હતી.
ધનજીભાઈ પૈસાના જોરે ચૂંટણી જીત્યા હતા જ્યારે જયંતિ કવાડિયા હળવદમાં દાદાગીરી કરે છે મેં પાંચ વર્ષમાં સંસદ તરીકે મારી જવાબદારી નિભાવી છે અને લોકોના અનેક કામો કર્યા છે હું મતદારોને પાંચ વર્ષનો હિસાબ આપવા તૈયાર છું મારી બદલે ડોક્ટર મહેન્દ્ર મુજપરાને ટિકિટ આપી છે પરંતુ તેઓ ક્યારેય ભાજપમાં દેખાતા નથી અને સમાજના એક પણ કામમાં આવતા નથી.
સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન પણ ૮૦થી ૮૫ ટકા લોકોએ મને ટિકિટ મળે તેવી ભલામણ કરી હતી બીજી બાજુ ધનજીભાઇ પટેલ ડોક્ટર મહેન્દ્ર ને લઈને ફરતા હતા અને મારી જાહેરમાં ટીકા કરતા હતા ડોક્ટર મહેન્દ્ર ભાઈ મૂળ કોંગ્રેસ ગોત્રના છે હવે તમે શું કરશો કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડશો કે કેમ તેવા મીડિયા દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં દેવજી ફતેપરા એ જણાવ્યુકે કોંગ્રેસના નેતાઓના મારી ઉપર ફોન આવી રહ્યા છે પરંતુ મેં કહ્યું છે કે હું તમને બે-ત્રણ દિવસમાં જવાબ આપીશ કારણકે હું સમાજના લોકો સાથે મીટીંગ કરીશ.
સમાજના લોકો મને જે કહેશે તે મુજબ હું આગળ વધીશ સમાજના લોકો કહે તો હું ભાજપમાંથી રાજીનામું આપી દઈશ જો સમાજના લોકો મને કહે છે કે તમે કોંગ્રેસમાંથી ચૂંટણી લડો તો હું કોંગ્રેસની ટિકિટ પરથી સુરેન્દ્રનગરની બેઠક પરથી ચૂંટણી લડીશ દેવજી ફતેપુરા એ વધુમાં એવું ધડાકો પણ કર્યો છે કે તાજેતરમાં જ કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને પરસોતમ સાબરીયા ભાજપમાં ગયા હતા પરંતુ અગાઉ ભાજપ સરકારે તેઓને જેલમાં નાખ્યા હતા જેની પાછળ પણ ભાજપના નેતા જયંતિ કાવડિયા જવાબદાર છે.