વઢવાણના ધારાસભ્યે સુરેન્દ્રનગરથી વિરમગામ
જતો હાઇવે વિઠ્ઠલગઢ સુધી ચાર માર્ગીય કરવાની રજૂઆત રાજય સરકારમાં કરી હતી. આ
રજૂઆતને રાજય સરકારે મંજૂરીની મહોર મારી છે. નાયબ મુખ્યમંત્રીએ 40 કિમીના આ રસ્તાને રૂપિયા 80 કરોડના ખર્ચે ચાર માર્ગીય બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સુરેન્દ્રનગરથી
અમદાવાદ જવા માટે વાયા લખતર અને લીંબડી થઇને એમ બે રીતે જઇ શકાય છે. જેમાં લીંબડી
હાઇવે ચાર માર્ગીય હોવાથી લોકો તેમાં જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ હવે વાયા લખતર
થઇને જતો રસ્તો પણ ચાર માર્ગીય બનનાર છે. સુરેન્દ્રનગરથી વિઠ્ઠલગઢ સુધી 40 કીમી રસ્તાને ચાર માર્ગીય બનાવવા માટે વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલે રાજય
સરકારમાં લેખીત રજૂઆત કરી હતી.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને દૂર દેશથી સારા સમાચાર મળે, રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, વિશેષ પ્રતિભા કેળવી શકો.
- જાણો કેટલા કિલોમીટર પછી તમારે કાર સર્વિસ કરાવવી જોઈએ
- દૂર-દૂરથી લોકો આવે છે આ કિલ્લાને ચંપલથી મારવા, રાજાને શા માટે સજા?
- Sabarkantha : વિજયનગર ખાતે જનજાતિય ગૌરવ દિવસની કરાઈ ઉજવણી
- દાહોદ : પાંચવાડા ગામના પાંચ પરિવારની હિન્દુ ધર્મમાં ઘર વાપસી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શનિવારે મુંબઈના ચૂંટણી પ્રવાસે જશે
- કંકુ છાંટી લખી કંકોત્રી: લગ્નસરાની સીઝનને પોંખવા બજાર ઉત્સાહિત
- ગોધરા: મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા