ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલમાંથી ડેડ બોડી મુકવા મહારાષ્ટ્ર ગયા હતા અને પરત ફરતા એમ્બ્યુલન્સ ચાલકને કાળ ભેટયો
સમગ્ર ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે વધુ એક અકસ્માત સામે આવ્યો છે ત્યારે ધૂળિયા નજીક એમ્બ્યુલસ અકસ્માતમાં એમ્બ્યુલન્સ ચાલકનું મોત નિપજ્યું છે ત્યારે પ્રાથમિક તપાસમા એમ્બ્યુલન્સ ચાલક સુરેન્દ્રનગરનો હોવાનું ખુલવા પામ્યું છે ત્યારે જલિયા ધૂળગાવ હાઇવે ઉપર મોડીરાત્રે અકસ્માત સર્જાયો છે જેમાં સામેથી આવતા વાહન સાથે ધડાકાભેર એમ્બ્યુલન્સ અથડાતા ઘટનાસ્થળે મોત ચાલકનું મોત નિપજવા પામ્યું છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વાહનચાલકોના અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થઇ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની એમ્બ્યુલન્સ નો અકસ્માત જલિયા ધૂળગાવ હાઇવે ઉપર સર્જાયો છે જેમાં ઘટના સ્થળે સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં વસવાટ કરતા યુવકનું મોત નિપજવા પામ્યું છે ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર એમ્બ્યુલન્સ ધારકોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર થી એમ્બ્યુલન્સ લઈને નીકળેલા યુવકનું મોત નિપજવા પામ્યું છે અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું પણ હાલમાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ત્યારે પ્રાથમિક તપાસમાં મળતી વિગત અનુસાર સુરેન્દ્રનગર શહેરની ધ્રાંગધ્રાની ખાનગી હોસ્પિટલમાંથી મૃતદેહને મુકવા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતા રવિભાઈ દવે નામના યુવક પરપ્રાંતમાં ગયા હતા તે સમયે પરત ફરતા સમયે જડીયા અને ધૂળ ગામ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે રાત્રી દરમ્યાન અંધારામાં સામેથી આવતો વાહન ન દેખાતા અકસ્માત સર્જાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે પ્રાથમિક તપાસમાં પણ આ બાબતના ખુલાસો કરવામાં આવ્યા છે ત્યારે દુલીયા ગામ નજીક આ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ ચાલકનું મોત નિપજ્યું છે.
ત્યારે સમગ્ર સુરેન્દ્રનગર એમ્બ્યુલન્સ ધારકોમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે આ બનાવ પરપ્રાંતમાં થયો હોવાના કારણે સુરેન્દ્રનગર એમ્બ્યુલન્સ દ્વારા ધારકોને એમ્બ્યુલન્સ ધારકોના ગ્રુપમા એમ્બ્યુલન્સ અને ડ્રાઇવર ના ફોટા મૂકી અને ઓળખ કરવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે સુરેન્દ્રનગરના એમ્બ્યુલન્સ ધારકોને ઓળખ કરવામાં આવતા આ અકસ્માતમાં મૃત્યુ પામેલ યુવક સુરેન્દ્રનગરનો હોવાનું ખુલ્યું હતું ત્યારે રવિ દવે નામના યુવકનું એમ્બ્યુલન્સ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.
ત્યારે વહેલી સવારે સગા સંબંધીઓ અને એમ્બ્યુલન્સ ઓ મિત્ર મંડળ સહિતના લોકો જ્યાં અકસ્માત સર્જાયો છે ત્યાં જવા રવાના થયા છે મોડીરાત્રે આ અકસ્માત સર્જાયો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે.
30 હજાર માં પરપ્રાંતીય યુવક ની ડેડ બોડી મુકવાનું નક્કી કર્યું હતું અને અકસ્માત થતા મોત નિપજયું
ધાંગધ્રાની હોસ્પિટલમાંથી પરપ્રાંતીય યુવક ની ડેડબોડી મુકવા જવા માટે રવિભાઈ દ્વારા 30000 રૂપિયા નક્કી કરી અને પરપ્રાંતમાં ડેડબોડી મુકવા જવા માટે એમ્બ્યુલન્સ નું નક્કી કર્યું હતું અને રવિ ભાઈ પોતે ત્રણ દિવસ પહેલા આ ડેડ બોડી લઈ અને ધાંગધ્રા ની હોસ્પિટલમાંથી પરપ્રાંત જવા માટે નીકળ્યા હતા ત્યારે આ ડેડબોડીને પરપ્રાંતમાં પહોંચાડી અને પરત ફરી રહ્યા હતા તે સમયે એમ્બ્યુલન્સને અકસ્માત નડ્યો છે ત્યારે ઘટનાસ્થળે જ એમ્બ્યુલન્સ ચાલક રવિભાઈ દવે નું મોત નિપજવા પામ્યું છે ત્યારે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે.ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા પાસેથી પસાર થતી કેનાલમાં બે યુવકો ડૂબ્યા હતા જેમાં ની એક લાસ ત્રણ દિવસ બાદ મળી હતી ત્યારે લાસને મુકવા માટે એમ્બ્યુલન્સ બાંધવામાં આવી હતી અને રવિભાઈ પોતાની એમ્યુલન્સ લઈ અને આ ડેડબોડી મુકવા માટે પરપ્રાંતમાં ગયા હતા ત્યારે પરત ફરી રહ્યા હતા ત્યારે હાઈવે ઉપર અકસ્માત સર્જાયો હતો ત્યારે મોડી રાત્રે તેમનું મોત નિપજવા પામ્યું છે અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી જવા પામી છે ત્યારે પરિવારજનો પણ શોકમગ્ન બની જવા પામ્યા છે.
મૃત્યુ પામનાર ડ્રાઈવરે 3 માસ પહેલા ઘરની એમ્બ્યુલન્સ વસાવી હતી : અકસ્માતમાં ડ્રાઇવર જ ઘટના સ્થળે મોત નીપજ્યું
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં વસવાટ કરતા રવિભાઈ દવેનું ધૂળિયા નજીક એમ્બ્યુલન્સ અકસ્માતમાં મોત નિપજ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે ત્યારે આ રવિભાઈ એ ત્રણ માસ પહેલા ઘરની એમ્બ્યુલન્સ વિકસાવી હતી અને પ્રાઇવેટ હોસ્પિટલ ના દર્દી ના ફેરા કરતા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ત્યારે આ અકસ્માતમાં પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં મૃત્યુ પામેલ દર્દીને મુકવા માટે પરપ્રાંતમાં રવિભાઈ દવે ગયા હતા અને જલિયા ધૂળગામ હાઇવે ઉપર ધુલીયા ગામ પાસે અકસ્માતમાં ઘટનાસ્થળે રવિભાઈ નું મોત નિપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં અને સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.
.ત્યારે હાલમાં પરિવારજનો ઘટના સ્થળે વહેલી સવારે દોડી ગયા છે. અને એમ્બ્યુલન્સ પણ ટોટલ લોસ થઈ જવા પામી છે. ત્યારે પ્રાથમિક તપાસ કરતા જાણવા મળતી વિગત અનુસાર મૃત્યુ પામનાર ડ્રાઇવર રવિભાઈ દવે દ્વારા ત્રણ માસ પહેલા ઘરની એમ્બ્યુલસ વિકસાવવામાં આવી હતી અને પ્રાઇવેટ હોસ્પિટલના દર્દીઓ ના ફેર કરતા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.