ચોટીલાના તત્કાલીન મામલતદાર પી.આર. જાની અને પ્રાંત અધિકારી ડી.એલ. ત્રિવેદીની શોધખોળ

રાજકોટ એ.સી.બી. ના મદદનીશ નિયામક એ.પી. જાડેજાની દેખરેખ હેઠળ તપાસનો ધમધમાટ

સુરેન્દ્રનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સરકારી જમીનોના ખોટા દસ્તાવેજો અને આધાર પુરાવાઓ ઉભા કરી ખાનગી વ્યક્તિઓને વહેચી મોટાપાયે કરોડો રૂપિયાનું કૌભાંડ અગાઉ પણ બહાર આવી ચુક્યું છે  અને ચોટીલા તાલુકાના બામણબોર અને હિરાસર સહિતના ગામોની સીમમાં આવેલ સરકારી જમીનનું કરોડો રૂપિયાનું કૌભાંડ અગાઉ બહાર આવી ચુક્યું છે.

હાલ તત્કાલીન અધિક કલેકટર સહિત 8 થી 10 વ્યક્તિઓ સામે કોર્ટનો કેસ ચાલી રહ્યો છે ત્યારે વધુ એક જમીન કૌભાંડ મામલે તાજેતરમાં રાજકોટ એસીબીમાં ફરિયાદ નોંધાઈ હતી જે મામલે એસીબી પોલીસે વધુ તપાસ હાથધરી અને ત્રણ આરોપીઓ પૈકી એક આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને આરોપીને સ્પેશ્યલ કોર્ટ સમક્ષ રજુ કરતાં 8 દિવસના રીમાન્ડ કોર્ટે મંજુર કર્યા હતાં.

આ અંગે સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ચોટીલા તાલુકામાં આવેલ સરકારી જમીનોના ખોટા આધાર પુરાવા અને કાગળો તેમજ પુરાવાઓ ઉભા કરી સરકારી અધિકારીઓની મીલીભગતથી કરોડો રૂપિયાનું કૌભાંડ અગાઉ બહાર આવી ચુક્યું છે ત્યારે તાજેતરમાં ચોટીલા તાલુકાના મેવાસા અને શેખલીયા ગામની સીમમાં આવેલ સરકારી જમીન અંદાજે કુલ જમીન હેકટર 317-80-14 ચો.મી. જેની હાલની જંત્રી મુજબની કિંમત અંદાજે રૂા.5.40 કરોડ જેટલી રકમનું સરકારને નુકશાન પહોંચાડી કરોડો રૂપિયાનું ઉચાપત અંગે ચોટીલા તાલુકાના નાયબ કલેકટર અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ રમેશભાઈ અંગારી દ્વારા જે તે વખતે ફરજ પરના તત્કાલીન અધિકારીઓ સામે અને તપાસમાં બહાર આવે તે આરોપીઓ  હોદ્દાનો દુરઉપયોગ કરી હુકમોનું ખોટું અર્થઘટન કરી રજીસ્ટર વેચાણ દસ્તાવેજોના આધારે દાખલ થયેલ ફેરફાર નોંધો મંજુર કરી કરોડો રૂપિયાના નુકશાન અંગે રાજકોટ એસીબીમાં ફરિયાદ નોંધાવા પામી હતી જેને આધારે પોલીસે વધુ તપાસ હાથધરી ગણતરીના દિવસોમાં ત્રણેય  આરોપી તત્કાલીન નિવાસી અધિક કલેકટર સુરેન્દ્રનગર એમ.બી.પટેલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી. જેમાં ઝડપાયેલ અધિકારીનો ગાઈડલાઈન મુજબ કોરોના રીપોર્ટ કરાવતાં રીપોર્ટ નેગેટીવ આવતાં સુરેન્દ્રનગર સ્પેશ્યલ એસીબી કોર્ટ સમક્ષ રજુ કરતાં કોર્ટ દ્વારા આરોપીના 8 દિવસના રીમાન્ડ મંજુર કરવામાં આવ્યાં હતાં. અન્ય બે આરોપીઓ તત્કાલીન મામલતદાર પી.આર.જાની અને તત્કાલીન પ્રાંત અધિકારી ડી.એસ.ત્રિવેદીને ઝડપી પાડવા વધુ તપાસ હાથધરી હતી. જ્યારે કોર્ટે સરકારી જમીન કૌભાંડ મામલે આરોપીના રીમાન્ડ મંજુર કરતાં કોર્ટ તેમજ પોલીસની કામગીરીની લોકોએ પ્રશંસા કરી હતી અને અન્ય અધિકારીઓને પણ ઝડપી પાડી નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

રાજકોટ એસીબીના મદદનીશ નિયામક એ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.