સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર હથિયાર રાખતા તેમજ વેચાણ કરતા ઇસમો તેમજ અસામાજીક પ્રવુતી ડામી દેવાની ઝુંબેશના ભાગરૂપે ગે.કા હથિયાર ધરાવતા ઈસમો વિરૂધ્ધ તેમજ લગ્નપ્રસંગ તેમજ અન્ય કોઈ રીતે પરવાનાવાળા હથિયારથી ફાયરીંગ કરતા ઈસમો વિરૂધ્ધ કાર્યવાહી કરવા આવી રહી છે.
જે સુચના અન્વયે સુરેન્દ્રનગર એસ.ઓ જી ના પી.આઇ. એસ.એમ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ મગનભાઈ રાઠોડ તથા દ્વારા સોશ્યલ મીડીયા ઉપર હથિયાર સાથે અપલોડ કરેલ વીડીયો વાયરલ કરેલ.જેની તપાસ કરી હથિયાર પરવાનેદાર તથા વિડીયો અપલોડ કરનાર ઈસમની તપાસ કરી પુછપરછ કરતા વિડીયો અપલોડ કરનાર ઇસમ ચંદુ ઉર્ફે ભુરો મનુભાઇ મીઠાપરા જાતે.ત કોળી ઉ.વ.30 (રહે. નવાગામ તા. થાનગઢ જી. સુરેન્દ્રનગર) તથા હથિયાર પરવાનેદાર જેમાભાઇ પોલાભાઇ ખમાણીનાઓની પુછપરછ કરી હથિયાર પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે રાખી હથિયારથી વિડીયો બનાવી સોશ્યલ મીડીયામાં અપલોડ કરી અને આરોપીનાએ હથિયાર પરવાનો ધરાવતા ન હોવા છતા પોતાના પરવાનાવાળુ હથિયાર આપી ગુન્હો કરવામાં એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે બન્ને ઈસમો વિરૂધ્ધ થાનગઢ પો.સ્ટેમાં ગુના રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.