સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાની અંકેવાળીયા પ્રાર્થમિક શાળામાં તજજ્ઞો દ્વારા શાળામાં ભણતા બાળકોને પ્લાસ્ટીકની થતી આડઅસર તેમજ ગંભીરતા અને ફેકવામા આવતા પ્લાસ્ટિક થી સર્જતી સમસ્યાઓ વિશે ધોરણ 1 થી 8 ના બાળકોને સમજણ સાથે જ્ઞાન આપવામાં આવ્યું હતું સાથો સાથ આ ફેકી દિધેલ પ્લાસ્ટિક થી પશુઓ ઉપર થતી અસરો વિશે પણ સારું જ્ઞાન પુરુ પાડવામાં આવ્યું હતું પ્લાસ્ટિકના પાણીનાં પાઉચ, ચા ની પ્યાલીઓ, પ્લાસ્ટિકના ઝબલા તમામ પ્લાસ્ટિકની બનાવેલ ચીજ વસ્તુઓ થી કેવાં કેવાં પ્રકારના રોગો થાય છે
તેમ આરોગ્ય વિશે પણ સમજુતિ આપવામાં આવી હતી ત્યારે બાળકો આ બાબતની જાણકારી મેળવી બાળકો દ્વારા આવેલ મહેમાનો નિકેશ ઝેન, લયલેશ પરમાર, વેલાભાઈ સાટીયા અને બી. એન. પરમાર ને પ્રશ્નોત્તરી કરી હતી અને તેમજ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો નહી ઉપયોગ કરવા બાળકોને કહેવામાં આવ્યું હતું.