બાઈક પર જઈ રહેલ પિતા અને બે પુત્રો સહીત ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મૌત નિપજ્યા
સુરેન્દ્રનગર જીલ્લામા છેલ્લા કેટલાક સમયથી અકસ્માતો ની સંખ્યા માં વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા ના હાઈવે પર નાના મોટા અકસ્માતો સર્જાયા કરે છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામા ગઈ કાલે ઢેધુકી પાસે કાર નું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો.
ત્યારે આ અકસ્માત મા ઘટના સ્થળે જ ૨ લોકો ના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.ત્યારે ગઈ કાલે મોડી રાત્રે ફરી આકસ્મત ની ઘટના સામે આવી હતી.સુરેન્દ્રનગર જીલ્લા ના થાન મા ખાખરાળી પાસે ૨ પુત્રો અને પિતા એમ ત્રીપલ સવારી સ્પ્લેન્ડર બાઈક નો. Gj 13 af 0200 નંબરનું બાઈક લઈ ને જતાં હતા.ત્યારે અચાનક પાછળ થી આવી રહેલ ટ્રક એ સ્પ્લેન્ડર બાઈક ને ટકર મારી હડફેટે લેતા ઘટના સ્થળે જ ત્રણેય પિતા પુત્ર ના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
ત્યારે એક સાથે અકસ્માત મા ૨ પુત્રો અને પિતા નું કમકમાટી ભર્યુ મોત નીપજ્તા પરિવાર જનોમા સોક ની લાગણી ફેલાઈ જવા પામી હતી.ત્યારે આ ટ્રક ચાલક દવારા સપ્લેડર બાઈક અને આ ત્રણેય પિતા પુત્ર ઉપર ટ્રક ચડી ગયો હતો.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા નો થાન ખાખરાળી રોડ ઉપર રાત્રિ દરમિયાન ટ્રાફિક જામ થયો હતો.ત્યારે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.અને આ ત્રણેય પિતા અને બે પુત્રો ના મૃત દેહ પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને પોલીસ દવારા ટ્રાફિક હળવું કરવામા આવીયુ હતું.અને પોલીસ એ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અકસ્માત સર્જી ટ્રક ચાલક નાશી છૂટ્યો …
ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લા મા વિવિધ અકસ્માત મા પાંચ ના મોત નીપજ્યા છે ત્યારે ગઈ કાલે મોડી રાત્રે એક અજાણ્યા ટ્રક દવારા બાઈક ને ઠોકર મારી હડફેટે લીધા હતા ત્યારે આ બાઈક ઉપર સવાર પિતા અને બે પુત્રો ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.ત્યારે ઠોકરે લેનાર ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો.ત્યારે પોલીસ દવારા ટ્રક કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે…
વિવિધ સ્થળો એ અકસ્માતમા જીલ્લા મા પાંચ ના મોત…
સુરેન્દ્રનગર જીલ્લામા ગઈ કાલે અકસ્માતો ની હાર માળા સર્જાઈ હતી ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ગઈ કાલે એકજ દિવસ મા અકસ્માત મા પાંચ જિંદગી હોમાઈ હતીત્યારે ગઈ કાલે બપોર નાં સમયે સુરેન્દ્રનગર જીલ્લા ના ઠેઢકી પાસે અકસ્માત મા ૨ ના મોત નીપજ્યા હતા ત્યારે મોડી રાત્રે ફરી એકવાર અકસ્માત મા પિતા અને બે પુત્રો સહિત ત્રણ ના મોત નીપજ્યા હતા.ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ગઈ કાલે પાંચ જિંદગી અકસ્માત મા હોમાઈ હતી.