આચાર્ય માર્કેટમાં પાર્કીંગ કરેલા વાહનોને પણ ભારે નુકસાન પહોંચ્યું: અન્ય દુકાનદારોએ વેપારીને મલબામાંથી બહાર કાઢ્યા
અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારમાં અનેક જર્જરીત ઈમારતને જમીનદોસ્ત કરવા તંત્ર દ્વારા જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે. પરંતુ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં તંત્રના જાહેરનામા પોકળ સાબિત થયા છે. હજુ પણ મુખ્ય બજારમાં આવેલી અનેક જર્જરિત ઇમારતો લોકોનો જીવ લે તે પહેલા ઉતારી લેવી જરૂરી બની છે. ત્યારે તાત્કાલિક અસરે ભરવાડ યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અને આખા વિસ્તારમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે વેપારીઓ પણ અંદર રહેલી દુકાનો માં ફસાઈ ગયા હતા તેઓને બહાર આવવું પણ મુશ્કેલ બન્યું હતું.
સુરેન્દ્રનગર શહેરની આચાર્ય માર્કેટ વર્ષો પુરાણું બિલ્ડીંગ છે અને આ બિલ્ડિંગ અતિ જર્જરિત બની ગયું છે આમ છતાં પણ વેપારીઓ પોતાના મોતના માત્રા સમાન દુકાનોમાં વ્યવસાય કરી રહ્યા છે ત્યારે હાલમાં સ્લેબ તૂટવાની ઘટના બનતા વેપારીઓ પણ હેબતાઈ ગયા છે અને પોતાના વ્યવસાય છોડી અને દુકાન બહાર આવી ગયા હતા અને આ બિલ્ડિંગનો મોટાભાગનો માળ નમી જવા પામ્યો છે ત્યારે એકાદ બિલ્ડીંગનો સ્લેપ ધડાકાભેર તૂટી પડયો હતો અને જેમાં ભરવાડ સમાજનો યુવાન દબાઈ ગયો હતો તેને કાઢવા જોવામાં પણ વેપારીઓ ખચકાટ અનુભવતા હતા ત્યારે પણ તેને તાત્કાલિક અસરે બહાર કાઢી અને તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર મેડીકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યારે જાણવા મળ્યા મુજબ આ સિલેક્ટ નીચે દબાઈ યુવાનના બંને પગો ઉપર ભારે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર શહેર ની આ આચાર્ય માર્કેટમાં મીનીમમ 30થી વધુ દુકાનો આવેલી છે જે દુકાનોના અને ગેલેરી હાથીજણ ચીજ બની ગયા છે જેનો પ્રવેશ દ્વાર એકબાજુ નમી ગયો છે ત્યારે વેપારીઓ દ્વારા પોતાની માલિકીની દુકાનમાં હોવા છતાં પણ પાડી અને નવું બિલ્ડીંગ બનાવવાની કોઇ વિચારણા ન કરતા શહેરમાં જાહેર માર્ગ ઉપર આ બિલ્ડિંગ ખતરાની ઘંટડી વગાડી રહી છે ત્યારે હાલમાં આ બિલ્ડીંગ જર્જરિત થઈ ગઈ હોવાના કારણે પાડી દેવા માટેની માંગણી કરવામાં આવી રહી છે આગામી સમયમાં જો આ બિલ્ડિંગની પાડવામાં આવે તો ક્યારે કોનો કેટલો ભોગ લેવાય તે નક્કી જ નથી ત્યારે તાત્કાલિક અસરે આ બિલ્ડિંગ ધરાશાયી કરવા માટેની હાલમાં માગણી ઉઠવા પામી છે જ્યારે આ બિલ્ડિંગના અકસ્માતથી 10થી વધુ વાહનો કચ્ચરઘાણ બોલી ગયો છે ત્યારે હાલમાં તો માત્ર એક વ્યક્તિને ઇજા પહોંચી છે પરંતુ આગામી સમયમાં જોવા બિલ્ડિંગ ધરાશાયી નહીં કરવામાં આવે તો આ મોતના આમંત્રણ આપતી ઊભેલી બિલ્ડીંગ જો ધરાશાયી થાય તો કેટલા નો ભોગ લે તે નક્કી કરવું અશક્ય છે ત્યારે તાત્કાલિક અસર આ બિલ્ડિંગ ધરાશાયી થાય તેવું લોકો પણ ઈચ્છી રહ્યા છે આજુબાજુના લોકોમાં ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે.