સુરેન્દ્રનગર જિલ્લામાં એક પછી એક ગુન્હાઓ ઘટવાનું નામ જ નથી લેતા લૂંટ, ફાયરિંગ, હત્યા, જૂથ અથડામણ સહીતના બનાવો જાણે સામાન્ય બની ગયા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં એક સાવકી માતાએ 6 વર્ષના પુત્રનું ગળું દબાવી હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે અને પોલીસે સાવકી માતાની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગર સરકારી વિભાગમાં ફરજ બજાવતા અને શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં વર્ષોથી રહેતા શાંતિલાલ પરમારનો ૬ વર્ષનો પુત્ર રુદ્ર ઉર્ફે ભદ્ર પરમાર બપોરના સમયે ઘરની આસપાસ રમતા રમતા અચાનક ગુમ થઇ ગયો હતો… બાળક ઘરમાં નજર ન પડતા પરિવારજનો આસપાસના વિસ્તારમાં તેમજ સગા-સંબંધીઓને ત્યાં શોધખોળ હાથ ધરી હતી. સાંજ સુધી બાળકનો કોઈ જ પતો ન લાગતા પિતા શાંતિલાલએ એ-ડિવિઝન પોલીસ મથકે ગુમ થયા અંગેની જાણ કરી હતી.
ત્યારબાદ ઘરની તલાશી લેતા એક મોટી તાળું મારેલી સુટકેશમાં પેક કરી હાલતમાં બાળક ભદ્રની લાશ મળી આવી હતી. જયારે પ્રાથમિક તપાસમાં બાળકની ગળે ટૂંપો દઈ મૌત નિપજાવ્યું હોવાનું જણાઈ આવતા…આ અંગે પોલીસને જાણ કરી હતી. જયારે પોલીસે લાશનો કબ્જો લઇ પી.એમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરતા…બાળકની સાવકી માતા જીનલબેન પરમાર અવાર-નવાર બાળક ભદ્ર પોતાનો ન હોવાનું જણાવી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતી હતી. જેનું મનદુઃખ રાખી બાળકની હત્યા નિપજાવી હોવાની કબૂલાત આરોપી સાવકી માતાએ કરી હતી. જયારે પોલીસે મોડી રાત્રે માતાની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.
જયારે પોલીસે મોડી રાત્રે માતાની ઘરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી . આ બનાવથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.જો કે પોલીસ પૂરછપરછ દરમિયાન આરોપી સાવકી માતાએ પોતે ગુન્હાની કબૂલાત કરી નહોતી અને પોતે પણ બાળક ગુમ થયા બાદ તેની શોધખોળ કરી હોવાનું જણાવ્યું હતું
સુરેન્દ્રનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી રહી છે ત્યારે સાવકી માતા દ્વારા બાળકની હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે આરોપી માતા દ્વારા ગુન્હાની કબૂલાત કરવામાં આવી નથી ત્યારે બાળકની હત્યા પાછળ સાચું કારણ શું ? કોને હત્યા કરી તે તો પોલીસ તપાસ બાદ જ માલુમ પડશે ?