મ્હે.સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાએ જીલ્લામાં બનતા વિશ્વાસધાત, છેતરપીંડી, ફોન ઉપર ધમકી, સાયબર સેલને લગતા ગુનાઓ તેમજ મહીલાઓ સાથે વોટસઅપ, ફેસબુક તેમજ ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ એપ દ્રારા સંપર્ક કરી તેઓની સાથે દોસ્તી કરી વિશ્વાસમાં લઇ અશ્લીલ ફોટા તેમજ વીડીયો બનાવી, નગ્ન ફોટા તેમજ વિડીયો વાઇરલ કરવાની ધમકી આપી પૈસા પડાવતા ઇસમોઓને શોધી કાઢવા સારૂ ખાસ એકશન પ્લાન તૈયાર કરવા માટે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર  ડી.એમ.ઢોલને વિગતવારની સુચના તથા માર્ગદર્શન આપેલ.

તાજેતરમાં અત્રેના જીલ્લામાં અજાણ્યા ઇસમ દ્વારા ખોટા સોશ્યલ મીડીયા એકાઉન્ટથી મહિલાઓ સાથે સંપર્ક કરી અન્ય ફોટાઓમાં મહિલાના ચહેરાને મોર્ફ કર નગ્ન ફોટા-વીડીયો બનાવી સોશ્યલ મીડીયામાં વાયરલ કરવાની ધમકી આપતી ગુન્હાહિત પ્રવૃતિ કરવામાં આવતી હોવાની હકીકત ધ્યાને આવતા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચના મુજબ એલ.સી.બી. પો.ઇન્સ. ડી.એમ.ઢોલની આગેવાનીમાં એલ.સી.બી. ટીમ દ્વારા ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તે દરમ્યાન ચોકકસ હકીકત જાણવા મળેલ કે મો.નં.9574049631 તથા 9574029737 તથા મો.નં-81558 32173 ઉપરથી કોઇ અજાણ્યા ઇસમ દ્વારા ઉપરોકત પ્રવૃતિ કરવામાં આવતી હોય જેથી ટેકનીકલ સોર્સિસથી ચોકકસ હકીકત મેળવી આરોપી ભરતભાઇ જ/ઘ જીણાભાઇ ભીખાભાઇ નકુમ આહીર ઉવ.35 સંડોવાયેલ હોય મજકુર ઇસમને ભાવનગર જીલ્લાના મોટા ખુંટવડા પોલીસ સ્ટાફની મદદથી તેના રહેણાંક મકાનેથી શોધી પકડી એલ.સી.બી. કચેરી ખાતે લાવી ઉંડાણપુર્વક પુછપરછ હાથ ધરતા મજકુર આરોપી માનસિક વિકૃત હોય, ભોગ બનનાર તથા અન્ય મહીલાઓના મોબાઇલ નંબર ઉપર ભરત નામથી તથા અજાણી સ્ત્રીના અવાજથી અવાર નવાર ફોન કોલ તેમજ વોટસઅપ તથા ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશનની મારફતે સંપર્ક કરી મોર્ફ કરેલ નગ્ન ફોટા, વિડીયો, રેકોડીંગ વાઇરલ કરવાની ધમકી આપી નાલાયક ગાળો બોલી અને તારી જીંદગી બરબાદ કરી નાંખીશ તારે ઝેર પીવાનો વારો આવશે તેવી ધમકી આપેલ હોવાની કબુલાત આપતા જે અંગે સુરત શહેર ખાતેથી ખાત્રી કરતા તા.04/07/2021 ના રોજ મજકુર આરોપી વિરૂધ્ધ સુરત શહેર કામરેજ પો.સ્ટે. ખાતે ગુ.ર.નં. 11214020211412 ઇ.પી.કો. કલમ 507, 114 તેમજ આઇ.ટી.એકટ કલમ 66(એ), 67(એ) મુજબનો ગુન્હો રજી. કરવામાં આવેલ હોય જે ગુન્હા કામે મજકુર આરોપી નાસતો ફરતો હોય મજકુર આરોપીને ઝડપી પાડ્યો હતો.

મજકુર આરોપીની પુછપરછ દરમ્યાન ઘણા લોકોને ભોગ બનાવેલાનુ જણાયેલ છે. જેથી જીલ્લાના કોઇપણ નાગરીક સાથે જો આવુ કઇ ગુન્હાહીત બનેલ હોય તો એલ.સી.બી. શાખા સુરેન્દ્રનગરનો સંપર્ક કરવા વિનંતી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.