કેનાલનું પાણી ધોળી ધજા ડેમમાં છોડાય રહ્યું છે ત્યારે ગાબડુ અકસ્માત સર્જે તેવો ભય
સુરેન્દ્રનગરના ખમીયાણા રોડ ઉપર આવેલ નર્મદા કેનાલ પર આવેલા બ્રિજ ઉપર પાંચ ફૂટનું ગાબડું પડ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં નર્મદાની કેનાલો ઉપર આવેલા બ્રિજ અત્યંત જર્જરીત હાલતમાં બની ચૂક્યા છે. જે સમયે નર્મદા કેનાલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું તે સમયે આ બ્રિજ બનાવવામાં આવ્યા છે અને હાલની પરિસ્થિતિ મુજબ આજે બ્રિજો છે તે ખખડધજ બની ગયા છે ત્યારે વધુ એક સુરેન્દ્રનગરની નર્મદાની કેનાલ ઉપર આવેલો બ્રિજ તૂટ્યો છે પાંચ ફૂટ જેટલું મોટું ગાબડું પડી ગયું છે.
ત્યારે આ ગાબડું પડ્યું પરંતુ તંત્ર હજુ સુધી આ મામલે અજાણ છે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોએ આ ગાડા ઉપર બાવળની કાંટા નાખી દીધી છે કોઈ મોટી જાનહાની ના સર્જાય તેવા વાહન ચાલકોએ પ્રયાસ હાથ ધર્યા છે પરંતુ આ મામલે હજુ સુધી નર્મદા વિભાગ અને તંત્ર અજાણ છે હજુ સુધી આ અંગે બ્રિજ જરજરીત બન્યો હોવા છતાં બંધ કરવામાં આવ્યો નથી ત્યારે મોટા વાહનો પણ ભયના ઓથાર વચ્ચે આ વાહનો પસાર થઈ રહ્યા છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી પરિસ્થિતિ હાલ ઊભી થઈ છે.
આ બ્રિજ નીચેથી નર્મદાની પાણી ભરેલી કેનાલ પસાર થાય છે અને બંને કાંઠે કેનાલ પાણી ભરેલી છે જો આ બ્રિજ તૂટશે તો અનેક લોકો પસાર થતા હશે તે પાણીમાં ખાબકશે અને જીવ જાય તેવી શક્યતાઓ પણ વ્યક્ત થઇ રહી છે ત્યારે આ મામલે હજુ પણ તંત્ર દ્વારા કોઇ જાગૃતિ અંગેના પગલા હાથ ધરવામાં આવ્યા નથી બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો નથી આ બ્રિજ જ હજુ પણ ચાલુ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ ઘોર બેદરકારી સામે લોકોમાં કચવાટ ફેલાયો છે.