ત્રણ લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં અવાર નવાર આગ લાગવાના બનાવોમાં નોંધ પાત્ર રીતે વધારો થયો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના ખાસ કરી ગ્રામ્ય વિસ્તારોમાં આગ લાગવા અને દાજવા ના અનાવો સામે આવી રહા છે.ત્યારે જિલ્લા નગરપાલીકા પાસે અપૂરતા આગ ને ઓળવા ના સાધનો ના કારણે જિલ્લા ભર માં આગ લાગવા ના બનાવ પર આગ ને કાબુ મેળવવુ મુશ્કેલ બન્યું છે..
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાગધ્રામાં નવ નિર્મિત પામતી હોટલ ગેલેક્ષીમાં હાલ કામ ચાલી રહ્યું છે ત્યારે તે અરસા માં આજે બપોરે ના સમયે આ હોટલમાં આગ લાગતા કામ કરતા કામદારોમાં નાશ ભાગ મચી જવા પામી હતી.ત્યારે આ આગમાં નાશ ભાગ માચાતા અને હોટલમાં આગ લાગતા આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો.
ત્યારે હોટલ ગેલેક્સી જૂની શાકમાર્કેટ વિસ્તારમાં આવેલ છે.ત્યારે આગ લાગતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટિમ પહોંચી જતા અને આગ પર કાબુ મેળવતા મહોવાથી મોટી જાનહાની ટળી હતી.આ ઘટના માં ગેસ સિલિડર માંથી નીકળી આગ આગ માં 3 લોકોને ઇજા પહોંચી છે..
ત્યારે આ ઇજા પામેલા ઇજાગ્રસ્ત ને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અને સારવાર શરૂ કરવામાં આવી છે. હોટલ માં કોઈ અગ્નિવાહક સાધનો ન હોવાથી આગ પર કાબુ કરવા માટે લોકો દ્વારા દોડધામ કરવા માં આવી હતી.પ્રાથમિક તપાસ માં આગ સોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનું અનુમાન મડાઈ રહ્યું છે ત્યારે અપૂરતા આગ સામે રક્ષા મેળવા ના સાધન ના પગલે 3 વ્યક્તિઓની હાલત ગંભીર સારવાર માટે અન્ય સ્થળે રિફડ કરવા પડે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
ઇર્જા ગ્રસ્ત રાજેસ્થાન ના કારીગરો હોટલ નું કામ કરવા માટે આવ્યા હતા અને અચાનક આ નવનિર્મિત બનતી આ હોટલમાં આગ લાગતાં છમાંથી ત્રણ કારીગરો ગંભીર રીતે આ આગ દાજતા હોસ્પિટલમાં ખસેડવામાં આવીયા છે. અને આ કારીગરોની વધુ તબિયત નાજુક હોવાના કારણે અન્ય રાજકોટ અથવા અમદાવાદ રિફર કરવા ડોક્ટર સલાહ આપી છે ત્યારે હજુ પણ આ આગનું કારણ અકબંધ છે..