ધ્રાંગધ્રા શહેરમા વેપારીઓને પજવણીના લીધે સ્પેશીયલ માંગથી એન.કે.વ્યાસને ધ્રાંગધ્રા ખાતે પીઆઇનો ચાજઁ સોપાયો હતો પરંતુ પીઆઇ વ્યાસની પોતાની કામ કરવાની ઢબ જીલ્લા પોલીસ વડાને રાજ આવી ન હતી જેથી હાલમાજ પીઆઇ વ્યાસ પાસેથી એલ.સી.બીનો ચાજઁ પાછો લઇ સમગ્ર એલ.સી.બી સ્ટાફનુ વિસઁજન કરી દેવાયુ હતુ ત્યારે પીઆઇ વ્યાસ હોવા છતા ધ્રાંગધ્રા શહેરમા દારુના અડ્ડાઓ ધમધમતા હતા. જેથી વારંવાર ધ્રાંગધ્રા શહેરમા ચાલતા દારુના અડ્ડાઓની બુમરામણ ઉઠવા પામી હતી જેને લઇને ગઇકાલે સુરેન્દ્રનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ધ્રાગધ્રા શહેરી વિસ્તારમા દરોડા કરી અનેક સ્થળોએ મોટો દેશીદારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
સ્થાનિક પોલીસ વિના શહેર બહારની પોલીસ દરોડા કરી અનેક સ્થળેથી દેશીદારુનો મોટો જથ્થો ઝડપી પાડતા સ્થાનિક પોલીસ અને કડક પીઆઇ વ્યાસનુ નાક કપાયુ હતુ જોકે એ-ડીવીજનના પોલીસ સ્ટાફે દરોડો પાડી દારુનો જથ્થો ઝડપી પાડ્યા બાદ સ્થાનિક પોલીસે પોતાની આબરુ બચાવવા પોતાના નામે ફરીયાદો નોંધાવી હતી પરંતુ ગઇકાલે કડક પીઆઇ હોવા છતા સ્થાનિક પોલીસને ઉંઘમા રાખી અન્ય જીલ્લાની પોલીસે ક્રોસ રેઇડ કરતા પોલીસ સ્ટેશનમા નોંધાયેલ આ બાબતની ફરીયાદોની માહિતી આપવાની મનાઇ કરી હતી.
જેથી સ્પષ્ટરીતે સ્થાનિક પોલીસની કામગીરી પર શંકા ઉદભવી હતી. જ્યારે ખાનગી સુત્રો પાસેથી મેળવેલ માહિતી અનુશાર એ-ડિવીઝન સ્ટાફ દ્વારા ક્રેસ રેઇડ કરી સ્થાનિક પીઆઇને તમામ દારુનો મુદ્દામાલ સાથે ઝડપાયેલ શખ્સોને સોપાતા બાદમા કેટલીક જગ્યાએ નિલ પંચનામુ પણ થયેલ હતુ જેમા અન્ય કેટલાક સ્થળોએથી દારુ વેચનાર બુટલેગરો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યા પહેલા જ છોડી મુકાયા હોવાના આક્ષેપો પણ સીટી પોલીસના અધિકારી સહિત તમામ સ્ટાફ પર થયા હતા. ત્યારે કહેવાતા કડક પીઆઇના પોલીસ સ્ટેશનની હદમા વેચાણ થતા તમામ દારુના અડ્ડા પર અન્ય પોલીસ દ્વારા ક્રોસ રેઇડથી પીઆઇનુ નાક કપાયુ હતુ.