- જૂની હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બે સામે ગુનો નોંધાયો
- કલ્પેશ રબારી અને તેના સાગરીતે સાથે મળી કાળુ ભરવાડ નામના આધેડ પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા
સુરેન્દ્રનગર ન્યૂઝ : સુરેન્દ્રનગરના જૂની હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી . જેમાં કલ્પેશ રબારી અને તેના સાગરીતે સાથે મળી કાળુ ભરવાડ નામના આધેડ પર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા . ફાયરિંગની ઘટનામાં કાળુ ભરવાડને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે.
સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથ ધરતા ઘટના સ્થળેથી ફાયરિંગ કર્યાના પુરાવા પણ મળી આવ્યા છે . 3 ગોળીઓના કવર અને એક મિસ ફાયરિંગ થતા ગોળી પણ મળી આવી છે . તપાસમાં જાણવા મળ્યું હતું કે અંગત અદાવત અને જુના ઝઘડાનું મનદુઃખ રાખી ફાયરિંગ કરવામાં આવ્યું હતું .ફાયરિંગ કરી બંને શખ્સો નાસી જતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે તથા સમગ્ર મામલે બી- ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે .
ફારૂક ચૌહાણ