છેલ્લા દિવસે પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં ન આવી હોવાના આક્ષેપો સાથે ઉગ્ર રજૂઆત કરી

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં એસ.આઈ.ની અરજી કરેલા ૨૦૦ ઉમેદવારોએ રોષ પ્રગટ કરીને જિલ્લા પંચાયતમાં ઘસી આવ્યા હતા. છેલ્લા દિવસે પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં ન આવી હોવાના આક્ષેપો સાથે ઉમેદવારોએ ઉગ્ર રજૂઆતો કરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં એસઆઈ પોસ્ટની જગ્યાઓ ખાલી હોવા થી ભરતી બહાર પાડવા માં આવી હતી ત્યારે આ ભરતી માં અનેક ઉમેદવારો દવારા આ પોસ્ટ માં ભરતી થવા અરજી કરવા માં આવી હતી. જેમાં જિલ્લાના અનેક ઉમેદવારો એ આ બાબતે એસ આઈ માં ભરતી થવા માટે અરજીઓ કરી હતી.

ત્યારે આ અરજી નો આજે છેલ્લો દિવસ છે ત્યારે આ અરજી નો આજે છેલ્લો દિવસ હોવા છતાં પણ આ એસ આઈ ની ભરતી માં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા માં આવી હોવાના આક્ષેપો સાથે અને ખાસ કરી કોઈ પણ આ બાબતની જાણકારી વગર સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત દ્વારા આ એસ આઈ ની ભરતી કરવા માં આવી હોવાના આક્ષેપો સાથે વિદ્યાર્થીઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ધસી આવ્યા હતા..

અને ૨૦૦થી વધુ એસ આઈ માં અરજી કરનાર ઉમેદવારોએ આ ભરતી મામલે અનેક આક્ષેપો કર્યા હતા અને ખાસ કરી આગામી સમયમાં આ વ્યવસ્થિત રીતે એસ આઈ ની ભરતી કરવામાં આવે તેવી આ અરજી કરેલ વિદ્યાર્થીઓ દ્વારા માંગ ઊભી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.