મુસાફરોએ સુરેન્દ્રનગર ડેપોમાં હોબાળો મચાવ્યો અને તાત્કાલિક બસ કરવાની માંગણી કરી
અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં એસટી વિભાગની બેદરકારી સામે આવી રહી છે તેવા સંજોગોમાં અવાર-નવાર ગમે તે રૂટની બસો એસટી વિભાગ દ્વારા બંધ કરી દેવામાં આવી રહી છે અને જેને લઇને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે તેવા સંજોગોમાં ખાસ કરી એક જ સપ્તાહમાં સુરેન્દ્રનગર એસટી વિભાગ દ્વારા 80થી વધુ રૂટની બસો બંધ કરી અને ફરી પરત રીતે ચાલુ કરવામાં આવી હોવાની સૂત્રો પાસેથી વિગત મળી રહી છે
તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ત્રણ રૂટની બસો બંધ કરી નાખવામાં આવી છે જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે પેસેન્જરોએ પણ આ મામલે વિરોધ પ્રદર્શન ન આવ્યું છે અને તાત્કાલિક પડે આ બસો પૂર્ણ રીતે શરૂ કરવા માટેની માગણી કરવામાં આવી છે તેવા સંજોગોમાં સવારે 9 વાગ્યે ધાંગધ્રા તરફ જતી એસટી બસ બંધ કરી નાખવામાં આવી છે ત્યારબાદ જામનગર તરફ જતી એસટી બસ બંધ કરી નાખવામાં આવી છે અને સાંજે છેલ્લો ફેરો ધાંગધ્રા ની કરતી પણ એસટી બસ બંધ કરી નાખવામાં આવી છે.